Complain: હૉટ એક્ટ્રેસ પર લાગ્યો અશ્લીલતા ફેલાવવાનો આરોપ, મ્યૂઝિક વીડિયોમાં આવા કપડાં પહેરીને પહોંચતા લોકો ભડક્યા
આ ગીત 11 ઓક્ટોબરે યુટ્યૂબ પર રિલીઝ થયુ છે, આ ગીતમાં ઉર્ફીએ લાલ સાડી પહેરીને ડાન્સ કર્યો છે. આ ગીત જ્યારથી રિલીઝ થયુ છે, ત્યારથી ટ્રેન્ડિંગ છે
Urfi Javed Controversy: ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમેશા ચર્ચામાં રહે છે. તેની અતરંગી ફેશન સ્ટાઇલ હંમેશા પબ્લિસિટી અપાવતી રહે છે. ટીવી સ્ટારમાંથી હવે ઉર્ફી જાવેદ ફેશન ક્વિન બની ગઇ છે. તેનો દરેક લૂક ચર્ચાનો વિષય બની રહે છે. ખરેખરમાં તેનો તાજેતરનો લૂક પણ ખુબ ચર્ચામાં છે. ખરેખરમાં પોતાના તાજેતરમાં જ રિલીઝ થયેલા એક મ્યૂઝિક વીડિયો હાય હાય યે મજબૂરી (Haaye Haaye Ye Majboori)માં કપડાંને લઇને મુસીબતમાં મુકાઇ છે. ઉર્ફી જાવેદ વિરુદ્ધ દિલ્હી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ કોણે નોંધાવી છે, તેનુ હજુ સુધી નામ બહાર નથી આવ્યુ, પરંતુ આ વીડિયો દ્વારા ઉર્ફી જાવેદ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવવામા આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે, ઉર્ફી લેટેસ્ટ ગીત હાય હાય રે મજબૂરી દ્વારા એવી કન્ટેન્ટ પબ્લિશ અને ટ્રાન્સમિટ કરી રહી છે, જે અશ્લીલ છે, આ મામલા પર ઉર્ફીએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.
View this post on Instagram
આ ગીત 11 ઓક્ટોબરે યુટ્યૂબ પર રિલીઝ થયુ છે, આ ગીતમાં ઉર્ફીએ લાલ સાડી પહેરીને ડાન્સ કર્યો છે. આ ગીત જ્યારથી રિલીઝ થયુ છે, ત્યારથી ટ્રેન્ડિંગ છે. ગીતને એક દિવસમાં લગભગ 8 મિલીયન વ્યૂઝ મળ્યા હતા. ગીતમાં એકવાર ફરીથી ઉર્ફી પોતાના બૉલ્ડ અંદાજમાં દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ગીતના શૂટિંગ દરમિયાન ઉર્ફી એક દૂર્ઘટનાનો શિકાર પણ થઇ હતી. તે શૂટિંગ દરમિયાન ઝૂલા પરથી નીચે પડી ગઇ હતી, અને તેને ઇજા પહોંચી હતી.
View this post on Instagram
ઉર્ફીની વાત કરવામાં આવે તો તેને આમ તો કેટલાય ટીવી શૉમાં કામ કર્યુ છે, પરંતુ તેને સૌથી પહેલા ગયા વર્ષે બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) કામ કર્યુ હતુ. આ શૉથી ઉર્ફી પહેલા અઠવાડિયાથી જ બહાર નીકળી ગઇ હતી. આજકાલ લોકો ઉર્ફીને ફેશન ક્વિન કહી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram