Diwali Look: હૉટ એક્ટ્રેસના દિવાળી લૂક પર ફેન્સ ફિદા, પ્રિન્ટેડ ચણીયા ચોળીમાં જુઓ તસવીરો
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે
મુંબઇઃ ફિલ્મ 'થેન્ક ગૉડ' (Thank God)એ બૉક્સ ઓફિસ પર એન્ટ્રી કરી દીધી છે. આ બધાની વચ્ચે રકુલ પ્રીત સિંહે (Rakul Preet) એકવાર ફરીથી પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ બની ચૂકેલી રકુલ પ્રીત સિંહ હવે દરેક પ્રસંગે પોતાનો એથનિક લૂક શેર કરે છે. બૉલીવુડમાં રકુલ પ્રીત સિંહએ મોટુ નામ કમાઇ લીધા બાદ હવે એક્ટ્રેસ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો દબદબો જમાવી રહી છે. એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ દિવસે દિવસે લાંબુ પહોળુ થઇ રહ્યુ છે.
ખાસ વાત છે કે છેલ્લા કેટલાય સમયથી રકુલ પ્રીત સિંહ પોતાની ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને ખુબ ચર્ચામાં છે. તેની લેટેસ્ટ સુંદર તસવીરો પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે. રકુલ પ્રીત સિંહે આ તસવીરોમાં પ્રિન્ટેડ ચણીયા ચોળી અને ટ્રેડિશનલ લૂક કર્યો કરેલો છે. ખુલ્લા વાળ અને કાનોમાં ઝૂમકા લગાવીને લૂકને પરફેક્ટ બનાવ્યો છે. એક્ટ્રેસનો આ દિવાળી સ્પેશ્યલ એથનિક લૂક છે, અને તેને તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે. આ ત્રીજીવાર છે, જ્યારે રકુલ પ્રીત સિંહે અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરી છે. રકુલ પ્રીત સિંહ અજય દેવગન અને સિદ્વાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'થેન્ક ગૉડ' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં એન્ટ્રી કરી ચૂકી છે.
View this post on Instagram
હાલમાં જ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચાર પણ ચર્ચામાં હતા. જો કે, આ માત્ર અફવા હતી, જેની રકુલે પુષ્ટી કરી હતી. આ દિવસોમાં જેકી ભગનાની સાથેના તેના સંબંધોના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે. જો કે બંને સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધો પર મીડિયામાં કોઈ નિવેદન આપ્યું નથી.
View this post on Instagram
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે તેમજ 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram