(Source: ECI/ABP News/ABP Majha)
ડેટિંગની અફવાઓ વચ્ચે સૈફના પુત્ર ઈબ્રાહીમ સાથે પાર્ટીમાં પહોંચી પલક તિવારી, જુઓ વીડિયો
Ibrahim Ali Khan With Palak Tiwari: ઘણીવાર સાથે જોવા મળતા ઈબ્રાહીમ અલી ખાન અને પલક તિવારી ફરી એકવાર કરણ મહેતાની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.
Ibrahim Ali Khan With Palak Tiwari: સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી હાલમાં ભારે ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. કરણ મહેતાએ બુધવારે રાત્રે પોતાના જન્મદિવસની પાર્ટીનું સેલિબ્રેશન રાખ્યું હતું. બંને આ પાર્ટીમાં હાજરી આપવા માટે સાથે પહોંચ્યા હતા. બંનેને એકસાથે જોઈને ફેન્સ તેમની જોડીને ખૂબ જ બેસ્ટ ગણાવી રહ્યા છે.
View this post on Instagram
કરણની પાર્ટીમાં ઈબ્રાહિમ અને પલક સાથે પહોંચ્યા
કરણ મહેતાની બર્થડે પાર્ટીમાં પલક તિવારી અને સૈફ અલી ખાનના પ્રિન્સ ઈબ્રાહિમ અલી ખાન એકસાથે પહોંચ્યા ત્યારે સમાચારોનું બજાર ગરમ થઈ ગયું છે. આ દરમિયાન ઈબ્રાહિમ અલી ખાન બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો, જ્યારે પલક પણ બ્લેક વન પીસમાં પોતાની હોટનેસ દેખાડી રહી હતી. જોકે, આ દરમિયાન બંનેએ પાપારાઝીની સામે એકસાથે પોઝ આપ્યો ન હતો.
ચાહકોએ બેસ્ટ જોડી કહી
બંનેનો એકસાથે પાર્ટીમાં પહોંચવાનો વીડિયો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. લોકો ઈબ્રાહિમ અને પલકને કપલ ગણાવીને અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, 'કુછ ભી કહો જોડી મસ્ત હૈ પર..', જ્યારે બીજાએ કોમેન્ટ કરી, 'બંને એકસાથે એકદમ ક્યૂટ લાગે છે.'
ઇબ્રાહિમ-પલક વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઈબ્રાહિમ ટૂંક સમયમાં બોમન ઈરાનીના પુત્ર કોયોજ ઈરાનીની ફિલ્મ 'સરજામીન' સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તે તેના પિતાની કાર્બન કોપી જેવો દેખાય છે, આવી સ્થિતિમાં ઇબ્રાહિમની પણ સારી ફેન ફોલોઇંગ છે. બીજી તરફ પલક તિવારીની વાત કરીએ તો તેણે આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.