શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઋચા ચઢ્ઢાએ દાન કર્યુ 600 કિલો રેશન, બોલી- પૈસા કરતા અનાજનું દાન વધુ જરૂરી
એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પાસે હોલસેલ રેશન ડીલ કરવા સજેશન માંગ્યુ હતુ, પછી એક શખ્સે મળ્યો જેને 600 કિલોગ્રામ રેશન આપવા માટે મદદ કરી. આમાં લૉટ, ઘઉં, દાળ અને ચોખા સામેલ છે
મુંબઇઃ કોરોના કાળમાં ખાવા પીવાની સમસ્યાઓની સામનો કરી રહેલા મજૂરો, ગરીબો અને કારીગરોની મદદ કરવા વધુ એક અભિનેત્રીએ હાથ લંબાવ્યો છે, એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ આ કપરા સમયમાં 600 કિલો રેશનનુ દાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગરીબો અને જરૂરિયાતમંદોને સરકાર રેશન અનાજ આપી રહી છે, આ ઉપરાંત કેટલાક બૉલીવુડ સ્ટાર્સ પણ રેશન પાણી આપીને લોકોને મદદ કરી રહ્યાં છે.
ગયા મહિને એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પાસે હોલસેલ રેશન ડીલ કરવા સજેશન માંગ્યુ હતુ, પછી એક શખ્સે મળ્યો જેને 600 કિલોગ્રામ રેશન આપવા માટે મદદ કરી. આમાં લૉટ, ઘઉં, દાળ અને ચોખા સામેલ છે. આ રેશન એક્ટ્રેસે એક સ્થાનિક ગુરુદ્વારામાં દાન કર્યુ છે, જ્યાં ત્રણ અનાજમાંથી પ્રત્યેકને 250 કિલોગ્રામ દૈનિક આધાર પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઋચા ચઢ્ઢાનું કહેવું છે કે, તમે મને ક્યારેય કોઇ દાન કરવામાં આવેલી રકમનો પ્રચાર કરતા નહીં જોઇ હોય. કેમકે દાન એક પરોપકારી કામ છે. એટલા માટે દાનની પહેલી તસવીર શેર કરી અને લોકોની મદદ માંગી, મને લાગે છે કે ઇન્સ્ટાગ્રામની મદદથી કોઇપણ એવા વ્યક્તિની ઓળખ થાય જે મને હોલસેલ રેશન આપી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion