Sanjay Dutt Birthday: મુંબઈમાં 40 કરોડના આલીશાન બંગલામાં રહે છે સંજય દત્ત, જુઓ અભિનેતાના ઘરની શાનદાર તસવીરો
બોલિવૂડના અભિનેતા સંજય દત્તનો આવતીકાલે એટલે કે 29 જુલાઈએ 64મો જન્મદિવસ છે. અભિનેતાએ ફિલ્મ 'રોકી'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
Sanjay Dutt House: બોલિવૂડના અભિનેતા સંજય દત્તનો આવતીકાલે એટલે કે 29 જુલાઈએ 64મો જન્મદિવસ છે. અભિનેતાએ ફિલ્મ 'રોકી'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અભિનેતાએ હિન્દી સિનેમાને 'સાજન', 'ખલનાયક', 'વાસ્તવ' અને 'મુન્નાભાઈ MBBS' જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. અભિનેતા આજે કરોડોની સંપત્તિનો માલિક છે અને મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે. નીચે જુઓ અભિનેતાના ઘરની અંદરની તસવીરો.
સંજયનું ઘર મુંબઈના પાલી હિલમાં છે
સંજય દત્તનું આ મહેલ જેવું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. જેની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેતાની પત્નીએ આ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જ્યાં તમને મંદિરથી લઈને જીમ સુધીની તમામ સુવિધાઓ જોવા મળશે.
View this post on Instagram
મંદિરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત છે
સંજય દત્ત ભલે ગ્લેમરસ વર્લ્ડનો હોય પરંતુ એક્ટર રિયલ લાઈફમાં ખૂબ જ ધાર્મિક છે. તે ઘણીવાર ઘરે ભગવાન શિવની પૂજા કરતા જોવા મળે છે. અભિનેતાના ઘરમાં એક સુંદર મંદિર પણ છે. જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
View this post on Instagram
ઘરમાં નરગીસ અને સુનીલ દત્તની તસવીરો છે
સૌ કોઈ જાણે છે કે સંજય દત્ત તેમની માતા નરગીસ અને પિતા સુનીલ દત્તની ખૂબ જ નજીક હતા. તેમના નિધન પછી પણ અભિનેતા અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સિવાય અભિનેતાના ઘરમાં દરેક જગ્યાએ તેમના માતા-પિતાની તસવીરો છે.
સંજય દત્તના ઘરનો ડાઇનિંગ એરિયા ઘણો મોટો છે. જેમાં તમને એક વિશાળ ટેબલ દેખાશે જેમાં અનેક રંગીન ખુરશીઓ હશે. અહીં અભિનેતાએ ઘણી વખત તેના પરિવાર સાથેની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
લક્ઝરી જીમ ઘરમાં જ બનાવ્યું છે
સંજય દત્ત ફિટનેસ ફ્રીક છે. એટલા માટે તેણે પોતાના ઘરની અંદર એક મોટું જીમ બનાવ્યું છે. અહીં તમામ પ્રકારના જિમના સાધનો લગાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે વર્ષ 2008માં સંજય દત્તે માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જે તેના કરતા 18 વર્ષ નાની છે. બંને હવે જોડિયા બાળકોના માતા-પિતા છે.