શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ફરીથી મહેર કરવા તૈયાર છે! હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ફરીથી મહેર કરવા તૈયાર છે! હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સના કારણે 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. 

આજનું હવામાન (24 જુલાઈ):
આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેવા કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આવતીકાલથી વરસાદનું જોર વધશે:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધીના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણાઅરવલ્લીમહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 જુલાઈ માટે ખાસ ચેતવણી

આ તરફ મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.   28 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગરમોરબી, રાજકોટ,  બોટાદસુરેન્દ્રનગરની સાથે પાટણ,અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર ભારે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28 જુલાઈએ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Embed widget