શોધખોળ કરો
Advertisement
રેખાની બાજુમાં રહેતી ઝોયા અખ્તરના બંગલાના સિક્યોરિટી ગાર્ડને પણ કોરોના
ઝોયા અખ્તરે પોતાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવતા પોતાનો, પોતાની માતા હની ઈરાની અને ઘરના અન્ય તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે
મુંબઈ: એક્ટ્રેસ રેખાના બંગલાની બાજુમાં રહેતા ફિલ્મ નિર્દેશક અને જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તરના બંગલાનો એક સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. તેના બાદ તેમના બાંદ્રા સ્થિત બંગલાને સીલ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં રેખાના બંગલાનો એક સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ રેખાના બંગલાને સીલ મારી દેવાયો છે.
ઝોયા અખ્તરે પોતાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવતા પોતાનો, પોતાની માતા હની ઈરાની અને ઘરના અન્ય તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, રેખા અને ઝોયાના બંગલાના સુરક્ષાકર્મીઓ એકબીજાને મળતા હોવાના કારણે પણ ઝોયાનો સિક્યોરિટી ગાર્ડ કોરોનાની ઝપેટમાં આવી ગયો હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement