શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કૃતિ ખરબંદાને પણ લાગ્યો કોરોના વાયરસનો ડર, માસ્ક પહેરી ફેન્સને આપી આ સલાહ ?
એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે જેમાં તે ચહેરા પર માસ્ક પહેરી જોવા મળી હતી.
મુંબઈ: કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ભયનો માહોલ છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના 73 કેસ સામે આવ્યા છે. એવામાં સરકાર પણ તેનાથી બચવા માટે દિશા-નિર્દેશ જાહેર કરી લોકોને સ્વચ્છતાનું પાલન કરવા કહ્યું છે. બોલીવૂડ સેલેબ્સ પણ કોરોના વાયરસને લઈને સર્તક છે. આજે એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે જેમાં તે ચહેરા પર માસ્ક પહેરી જોવા મળી હતી.
આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા કૃતિએ લખ્યું, આપણે બધા એક છીએ. આવો સાથે મળીને લડીએ. ઘરની અંદર રહો અને પાણી પીતા રહો અને બની શકે તો આ સમયનો ઉપયોગ તેના માટે કરો ખોવાયેલ છે અથવા જે મળ્યું નથી. સુરક્ષિત રહો. #covid19."
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એક્ટ્રેસ સની લિયોનીના પતિ ડેનિયલ વેબરે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી હતી જેમાં તે પરિવાર સાથે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. ભારતમાં કોરોના વાઈરસના 13 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement