શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સુશાંતના નિધન બાદ તેની ફિલ્મ અને ટ્રેલર રિલીઝ તેમના ફેન્સ માટે ફરી એક વખત દુખ ભર્યું ક્ષણ છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સામે સંજના સાંઘી છે. સંજના આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ખૂબ લાંબા સમયથી રોકાયેલી હતી. ફિલ્મ આ વર્ષે જ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના કારણે રિલીઝ રોકવામાં આવી હતી, પરંતુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેને ડિજિટલ રિલીઝ કરવામાં આવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે સોશિયલ મીડિયા પર દિલ બેચારાને થિયેટરમાં રિલીઝ કરવા માટે ટ્રેન્ડ પણ ચલાવ્યોય દિલ બેચાર 24 જૂલાઈના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને કોઈપણ ફ્રીમાં જોઈ શકશે. તેના માટે ઓટીટી પ્લેટફોર્મના સબ્ક્રિપ્શનની જરૂર નથી. બસ એપ ઈન્સ્ટોલ કરી જોઈ શકાશે.
ફોક્સ સ્ટાર દ્વારા નિર્મિત સુશાંત સિંહ રાજપૂતની આ અંતિમ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion