શોધખોળ કરો
Advertisement
મિર્ઝાપુર-3 બહુ જલદી આવશે પણ દર્શકો કેમ છે નારાજ ? મોદી સરકારના ક્યા નિર્ણયના કારણે મજા નહીં આવે એવો છે ડર ?
મિર્ઝાપુર 3ની જાહેરાતથી ઘણાં લોકો ખુશ છે તો કેટલાક લોકોના ચહેરા પર નિરાશા પણ છે.
મુંબઈઃ વેબ સીરીઝ મિર્ઝાપુર અને મિર્ઝાપુર-2ને દર્શકોને ખૂબ પ્રેમ મળ્યો. જેમ મિર્ઝાપુર બાદ દર્શકોની વચ્ચે બીજી સીઝનની આતુરતા હતી તેવી જ આતુરતા બીજી સીઝન બાદ હવે ત્રીજી સીઝન માટે જોવા મળી રહી છે. ત્યારે હવે મેકર્સે વેબ સીરીઝની ત્રીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. નિર્માતાઓએ મિર્ઝાપુર 3ની જાહેરાત ચોક્કસ હવે કરી છે પરંતુ તેના પર કામ કોરોના વાયરસને કારણે લાગેલ લોકડાઉ પહેલા જ શરૂ થઈ ગયું તું.
મિર્ઝાપુર 3ની જાહેરાતથી ઘણાં લોકો ખુશ છે તો કેટલાક લોકોના ચહેરા પર નિરાશા પણ છે. જો તમે વિચારી રહ્યા છે કો મિર્ઝાપુર સીઝન 3ની જાહેરાતથી કેટલાક લોકો દુખી છે તો તેનું કારણ છે મુન્ના ભૈયા. કારણ કે લોકોનું માનવું છે કે, હવે આ સીઝનમાં મુન્ના ભૈયા જોવા નહીં મળે. અને બીજું એક કારણ દુખી થવાનું એ પણ છે કે, સરકારે હવે ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સરશીપ લાગુ કરી દીધી છે. એટલે મિર્ઝાપુર 3માં પહેલા જેવી મજા નહીં આવે. લોકો આ બે કારણે લઈને સતત ટ્વિટર પર કોમેન્ટ અને ફરિયાદ કરી રહ્યા છે.
With censorship and Munna dying, is #Mirzapur3 even gonna be worth it? I just watched both seasons (finally) and this happens 😭
— Pooja, what is this behaviour? (@ThePerfectMess_) November 13, 2020
Laal phool, Neela phool, Munnabhaiya beautiful. If at all I join politics ever in my life... am definitely gonna use the slogans from Munnabaiyas campaign rally 😜🤪 #Mirzapur@divyenndu
— Sapna Vyas 🇮🇳🇹🇭 (@CoachSapna) October 29, 2020
એક યૂઝરે લખ્યું કે, હવે સેન્સરશીપ અને મુન્ના ભૈયાના મોત બાદ હવે આમાં જોવા જેવું કોઈ નહીં હોય. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તે મુન્ના ભૈયા વગર મિર્ઝાપુર 3 નહીં જુવે. યૂઝર અનુસાર, ‘હું મુન્ના ભૈયાને એટલા પસંદ કરું છું કે હું તેના વગર મિર્ઝાપુર 3 નહીં જોવ” બીજા ટ્વીટર યૂઝરે લખ્યું કે, મેકર્સે મિર્ઝઆપુર 3માં જૂનિયર મુન્ના ભૈયાને લઈને આવવું જોઈએ. જેથી શો જોવા માટે લોકોનો ઉત્સાહ જળવાય રહે.Prime announced Mirzapur 3 and I'm not even excited cuz both of my favorite characters are dead. pic.twitter.com/P5M9ZWI1zf
— _____IMtalib (@Imtalibs) November 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion