KGF 2એ બૉક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડ્યા, 8 દિવસમાં થયુ આટલા કરોડનુ અધધધ કલેક્શન........
KGF ચેપ્ટર 2ની રેકોર્ડ તોડ કમાણી અંગે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યુ છે. તરણ આદર્શે ફિલ્મની કમાણીનો આંકડો શેર કર્યો
મુંબઇઃ બૉક્સ ઓફિસ પર આજકાલ સાઉથ ઇન્ડિયન ફિલ્મોની ધમાલ છે, પુષ્પા, આરઆરઆર બાદ હવે KGF ચેપ્ટર 2એ રેકોર્ડ તોડ કમાણી કરી છે. ફિલ્મને રિલીઝ થયે હજુ 8 દિવસ થયા છે ત્યારે ફિલ્મએ પહેલા વીકમાં બમ્પર કલેક્શન કરીને બધાનો ચોંકાવી દીધા છે. KGF ચેપ્ટર 2એ પ્રથમ વીકમાં 268.63 કરોડની કમાણી કરી લીધી છે. ખાસ વાત છે કે, મૂળ તેલુગુ ફિલ્મએ હિન્દી બેલ્ટમાં ધમાલ માચવી દીધી છે.
KGF ચેપ્ટર 2ની રેકોર્ડ તોડ કમાણી અંગે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યુ છે. તરણ આદર્શે ફિલ્મની કમાણીનો આંકડો શેર કર્યો અને લખ્યું- KGF 2 એ પહેલા સપ્તાહમાં રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. KGF 2 પોસ્ટ પેન્ડેમિક માત્ર 8 દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. KGF 2 બ્લોકબસ્ટર છે.
#KGF2 has RECORD-SMASHING *extended Week 1*... Now HIGHEST GROSSING FILM [post pandemic] in *just 8 days*... BLOCKBUSTER... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr, Wed 16.35 cr, Thu 13.58 cr. Total: ₹ 268.63 cr. #India biz. #Hindi pic.twitter.com/BJaAlVcafY
— taran adarsh (@taran_adarsh) April 22, 2022
પહેલા દિવસથી જ કમાણી -
KGF ચેપ્ટર 2 ફિલ્મે પહેલા દિવસે 53.95 કરોડની કમાણી સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ ફિલ્મની કમાણીના ગ્રાફમાં કોઈ ઘટાડો થયો નથી. શુક્રવારે ફિલ્મે 46.79 કરોડ, શનિવારે 42.90 કરોડ, રવિવારે 50.35 કરોડ, સોમવારે 25.57 કરોડ, મંગળવારે 19.14 કરોડ, બુધવારે 16.35 કરોડ, ગુરુવારે 13.58 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મની કમાણીનો કુલ આંકડો 1 સપ્તાહમાં 250 કરોડને વટાવીને 268.63 કરોડ થઈ ગયો છે. યશની ફિલ્મ KGF 2ના હિન્દી વર્ઝને ઘણા બેન્ચમાર્ક સેટ કર્યા છે. 7 દિવસમાં 250 કરોડની કમાણી કરનાર આ ફિલ્મ બહુ જલ્દી 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તરણ આદર્શ અનુસાર ફિલ્મ તેના બીજા વીકએન્ડમાં 300 કરોડની કમાણી કરી લેશે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ