શોધખોળ કરો
Advertisement
વધુ એક જાણીતી ટીવી એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, ડોક્ટરની સલાહ પર થઈ હોમ કોરેન્ટાઇન
તેણે કહ્યું કે, તે હોમ કોરેન્ટાઈન છે અને ખુદ જ પોતાનું ધ્યાન રાખી રહી છે.
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ મહામારી સતત ફેલાઈ રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે. સામાન્ય લોકોની સાથે સાથે અનેક સેલેબ્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનું નામ પણ સામેલ છે. મોહેના સિંહ, રાજેશ કુમાર, હિમાની શિવપુરી, પારથ સમથાન જેવા અનેક ટીવી કલાકાર પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
હવે સીરિયલ ‘ગુડિયા હમારી સભી પે ભારી’ એક્ટ્રેસ સારિકા બહરોલિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોમ કોરેન્ટાઈન છે. આ પહેલા તેના કો સ્ટાર કરમ રાજપાલ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટેલીચક્કરના રિપોર્ટ અનુસાર, સીરિયલના પ્રોડક્શન હાઉસે તેને તમામ જરૂરી સાવચેતી રાખવા માટે કહ્યું હતું અને તેણે જાણકારી આપી હતી. ત્યાર બાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
હોમ કોરેન્ટાઈન થઈ સારિકા સારિકાએ ખુદ કોરોના વાયરસ પોઝિટિવ આવાવની પુષ્ટિ કરી છે. તેણે ચાર પાંચ દિવસ પહેલા ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેણે કહ્યું કે, તે હોમ કોરેન્ટાઈન છે અને ખુદ જ પોતાનું ધ્યાન રાખી રહી છે. તેણે કહ્યું, “મેં ચાર પાંચ દિવસ પહેલા ટેસ્ટ કરાવ્યો હતો અને વિતેલા દિવસે રિપોર્ટ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હું કોરોના પોઝિટિવ છું. હું હોમ કોરેન્ટાઈન છું અને મારું ધ્યાન ખુદ રાખી રહી છું.” હિમાની શિવપુરી થઈ કોરોનાથી સંક્રમિત હાલમાં જ સીરિયલ ‘હપ્પુ સિંહની ઉલ્ટન પલ્ટન’ એક્ટ્રેસ હિમાની શિવપુરીનો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સોશિયલ મીડિયા પર છવાયો હતો. તેણે એક પોર્ટલને આપેલ ઇન્ટરવ્યૂમાં લોકોને અપીલ કરી હતી કે કોરોનાને હળવાશથી ન લો. તેણે કહ્યું કે, તે ખૂબ જ સાવચેત હતી, માસ્ક પહેરતી હતી અને સેનિટાઇઝરનો ઉપયોગ દરેક સમયે કરતી હતી. પરંતુ તેમ છતાં વાયરસની ઝપેટમાં આવી ગઈ.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement