શોધખોળ કરો
Advertisement
કરિશ્મા કપૂરના જન્મદિવસ પર કરીનાએ શેર કરી ખાસ પોસ્ટ, જુઓ વીડિયો
બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરનો ગુરૂવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. બહેન કરીના કપૂરે આ ખાસ દિવસ પર કરિશ્માને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરનો ગુરૂવારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. બહેન કરીના કપૂરે આ ખાસ દિવસ પર કરિશ્માને શુભેચ્છાઓ પાઠવી હતી. કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બાળપણની જૂની યાદો સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. કરીનાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં બાળપણની કેટલીક તસવીરો અને ક્લિપ્સ સામેલ છે.
એક ક્લિપમાં જોઈ શકાય છે કે નાની કરિશ્મા કરીનાને ગ્લાસથી કોલ્ડ ડ્રિંક પીવામાં મદદ કરી રહી છે. કરીનાએ શેર કરેલી વીડિયોમાં લોકપ્રિય ફિલ્મોની છબી અને તેમના પરિવાર સાથે પસાર કરેલા સમયની તસવીરો પણ છે. કરીના જે વીડિયો શેર કર્યો છે તેમાં લોકપ્રિય ફિલ્મોની તસવીરો પણ સામેલ છે.
વીડિયોના અંતમાં કરિશ્મા કપૂરને કરીના અને સૈફ અલી ખાનના દિકરા તૈમૂર સાથે ઘણી તસવીરોમાં જોઈ શકાય છે. આ સાથે જ કરીનાએ લખ્યું, સૌથી પવિત્ર, સૌથી કિંમતી પ્રેમ! મારી બહેન, મારી બીજી મા અને મારી સૌથી સારી મિત્ર....સર્વશ્રેષ્ઠ દિવા, જન્મદિવસની શુભેચ્છાઓ લોલો. ભગવાન કરે આપણી સવારની ફોન ચેટ હંમેશા ચાલુ રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement