શોધખોળ કરો
કુણાલ ખેમુની કોમેડી ફિલ્મ લૂટકેસનું ટ્રેલર થયું રિલીઝ
આ કોમેડી થ્રિલર ફિલ્મ લૂટકેસમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગલ, રણવીર શોરે, ગજરાજ રાવ અને વિજય રાઝ પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે.
મુંબઈ: ફિલ્મ 'લુટકેસ' 31 જૂલાઈ, 2020ના રિલીઝ થશે. દર્શકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુરૂવારે અંતે ફોક્સસ્ટાર ઈન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી છે. કુણાલ ખેમુ સ્ટારર લૂટકેસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31 જુલાઈના સ્ટ્રીમ થશે.
આ કોમેડી થ્રિલર ફિલ્મ લૂટકેસમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગલ, રણવીર શોરે, ગજરાજ રાવ અને વિજય રાઝ પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. ટ્રેલરમાં બતાવ્યું છે કે કુણાલ ખેમુને નોટથી ભરેલ એક સૂટકેસ મળે છે જેનો માલિક કોણ છે તે ખબર નથી. તે આ બેગ તેના ઘરે તેના સપના પૂરા કરવાની લાલચમાં લઇ જાય છે પછીથી બધી ગોલમાલ શરૂ થાય છે. આ ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી છે.
કુણાલ ખેમુએ ટ્રેલર રિલીઝની સાથે એક શાનદાર વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દર્શકોને ફિલ્મ વિશે એક સંશોધન કરવા અને જો અત્યાર સુધી તેમણે ટ્રેલર નથી જોયુ તો તેમને જોવા માટે કહ્યું છે. આ ફિલ્મ 31 જૂલાઈના રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement