નવિ દિલ્હીઃ એક દિવસ પહેલા એક જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાયે જાણીતા બોલિવૂડ ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ એક્ટ્રેસ સલોની ચોપરાએ કહ્યું કે, જ્યારે તે સાજિતની અસિસ્ટન્ટ હતી ત્યારે તેણે અનેક મહિના સુધી તેને સેક્સ્યુઅલી અને મેન્ટલી હેરાન કરી હતી. હવે એક્ટ્રેસ રેચલ વાઈટે પણ સાજિત ખાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. સાજીદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપો લાગતા અક્ષય કુમારે સાજિદ ખાનની ફિલ્મ ‘હાઉસફૂલ ૪’નું શૂટિંગ રદ કરી દીધું છે.
2/3
રેચલ વાઈટે ટ્વીટ કરતા કહ્યું કે, મને સલોની ચોપડાની વાત પર પૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ‘હમશક્લ’ માટે મારે સાજિદ ખાનને મળવાનું હતું ત્યારે તેમણે મને કોલ કરીને તેમના ઈસ્કોન જુહૂ સ્થિત ઘરે મળવા બોલાવી હતી. મેં તેમને ફોનમાં જણાવ્યું પણ ખરું કે ઘરે મળવામાં મને કમ્ફર્ટેબલ ફીલ નહીં થાય. પરંતુ તેમણે મને કહ્યું કે, ઘરે મારા મમ્મી પણ હશે અને તે આપણી સાથે જ હશે તેથી ઘરે જ આવી જા. હું જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે તેમની મેડે મને ડ્રોઈંગ રૂમમાંથી સાજિદનાં બેડરૂમ તરફ મોકલી દીધી.
3/3
તેઓ તેમના રૂમમાં કસરત કરી રહ્યા હતા. ત્યારે મે બ્લૂ જીન્સ અને વ્હાઈટ ટોપ પહેર્યું હતું. સાજિદ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મે શરીર પર એક પણ કપડું ના પહેર્યું હોય. તેઓ મારી નજીક આવ્યા અને મારી સાથે મારા બ્રેસ્ટ વિશે વાત કરવા લાગ્યા. આટલું ઓછુ હોય તેમ તેમણે મને કહ્યું કે હું અહીં જ મારા કપડા ઉતારી દઉ. કારણકે એમ પણ ફિલ્મમાં તો મારે બિકીની પહેરવાની છે. પરંતુ હું તેમની આ વાતને નહીં સ્વિકારી ત્યાંથી ચાલી ગઈ. રેચલે ટ્વીટમાં એમ પણ લખ્યુ છે કે, હું સાજિદની ઓફિસમાં બિકીનીમાં ઓડિશન આપવા તૈયાર છુ પણ તેના ઘરે બેડરૂમમાં નહીં.