શોધખોળ કરો
Advertisement
ભારતના ક્યા સુપરસ્ટારે પાકિસ્તાનમાં અબજોપતિના પુત્રનમા લગ્નમાં પરફોર્મન્સ આપતાં થયો મોટો વિવાદ? જાણો વિગત
પાકિસ્તાની સિંગર ફાકિર મહમૂદે સોશિયલ મીડિયા પર મીકાનો વીડિયો શેર કર્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર વિતેલા વર્ષે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન કલાકારોના સોશિયલ મીડિયા નિવેદનને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે આ વાતનો નિર્ણય કર્યો હતો. જ્યારે બોલિવૂડ કલાકારોએ પાકિસ્તાનમાં પોતાની ફિલ્મ રિલીઝ કરવા અને ત્યાં પરફોર્મન્સ કરવાની પણ ના પાડી દીધી હતી. આ તણાવની વચ્ચે સિગંર મીકા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે તે પાકિસ્તાનમાં એક લગ્નમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. આ વીડિયો સામે આવતા જ ટ્વિટર પર લોકો તેના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.
પાકિસ્તાની સિંગર ફાકિર મહમૂદે સોશિયલ મીડિયા પર મીકાનો વીડિયો શેર કરતા લખ્યું કે, કાશ્મીર સંપૂર્ણ રીતે બંધ છે પણ એક ભારતીય સિંગર આવે છે, પર્ફોમ કરે છે, પૈસા કમાય છે અને જતો રહે છે જેમ કે કંઈ થયુ જ નથી, કારણ કે ધર્મ અને દેશભક્તિ તો ફક્ત ગરીબો માટે જ છે.
જોકે આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય ફેન્સ મીકા સિંહ પર ભડક્યા છે. તેમણે વીડિયો જોઈને લોકો મીકાને શરમ કરો....અને પાજી તમે તો ગદ્દા નીકળ્યા જેવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. મીકા સિંહનો વીડિયો કઈ જગ્યાનો છે, આ વાતનો ખુલાસો પાકિસ્તાનની જર્નાલિસ્ટ નાયલા ઈનાયતે ટ્વિટર પર કર્યો છે. તેણે મીકાનો આ વીડિયો શેર કરતા કહ્યું કે, હું ખુશ છું કે જનરલ મુશરફના સગાવહાલાને ત્યાં મીકા સિંહ ત્રણ દિવસ માટે પાકિસ્તાનનાં ટૂર પર આવ્યો.Happy that Indian singer Mika Singh performed at the mehndi of Gen Musharraf's relative recently in Karachi. God for bid if it was Nawaz Sharif's relative it would be raining ghadari k hashtag already. pic.twitter.com/IVfE5hETiz
— Naila Inayat नायला इनायत (@nailainayat) August 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement