થોડા સમય પહેલા સોનમ અને આનંદ લંડનમાં એક સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા પરંતુ ત્યારે બંનેમાંથી કોઈએ આ રિલેશન વિશે જાહેરમાં કંઈ કહ્યું હતું નહીં. સોનમે પણ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે.
2/9
સોનમ કપૂર બોલિવુડની એક એવી અદાકારા છે જેનું નામ પહેલી ફિલ્મ સાવરિયાથી જ મીડિયામાં છવાઈ ગયું હતું. અભિનેત્રી સોનમ કપૂરે આનંદ આહૂજાની સાથે પોતાના રિલેશન ગયા વર્ષે ઓફિશિયલ કરી દીધા હતા.
3/9
મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ન મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ તેમની મેરેજની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સોનમ કપૂર જીનીવાના રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઇ ગયું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
4/9
સોનમની ફેમિલી અને તેના ફ્રેન્ડસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સોનમ કપૂરના લગ્નને બસ થોડા જ દિવસ બાકી છે ત્યારે સંગીત સેરેમનીની તૈયારી પણ શરૂ થઇ ગઈ છે. સોનમ કપૂરની સંગીત સેરેમનીને ફરાહ ખાન કોરિયોગ્રાફ કરશે. સોનમ કપૂરે તેનું ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરી દીધું છે. સોનમના મેરેજમાં તેના પરિવાર, નજીકના ફ્રેન્ડસ અને બોલિવુડ કેટલાંક લોકો સામેલ થશે.
5/9
સોનમે વધુમાં જણાવ્યું હતું કે, મેરેજની બધી રસમ યોગ્ય રીતે થવી વધારે જરૂરી છે. મેરેજ પર વધારે પૈસા બરબાદ કરવા બેકાર છે. હું આ વાત સાથે સહમત નથી. સોનમના આ નિવેદનથી તે સ્પષ્ટ છે કે, તેના મેરેજ વધારે સાધારણ રીતે થશે. સોનમ કપૂર અને આનંદ આહૂજા 6-૭ મેના રોજ મુંબઈમાં લગ્નગ્રંથીથી જોડાશે.
6/9
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન સોનમે જણાવ્યું હતું કે, મારા માટે મેરેજ કરતા વધારે તેમાં થનાર રસમ વધારે મહત્વપૂર્ણ છે. મેરેજ પર વધારે પૈસા ખર્ચ કરવા મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. મને ફરક પડતો નથી કે, મેરેજ ઘરે થાય કે બીજે ક્યાં.
7/9
બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના મેરેજ આજકાલ બી ટાઉનની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. હજુ સુધી કપૂર ખાનદાન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ હવે સોનમ કપૂરે તેના મેરેજને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
8/9
સોનમ અને આનંદ કાગળના સંરક્ષણમાં વિશ્વાસ રાખે છે. તેમનું માનવુ છે કે, વેડિંગ કાર્ડમાં કાગળનો વેસ્ટ થઈ રહ્યો છે. આ કારણે તેમણે તેમના પરિવારજનોને વેડિંગ કાર્ડ છપાવવા નહીં તેવું કહ્યું છે. તેની જગ્યાએ તેમણે ઈ-ઈનવાઈટ તૈયાર કરાવ્યું છે જે બધાંને મોકવામાં આવશે તેવું બોલિવૂડ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
9/9
મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાના લગ્નને લઈને રોજ નવી-નવી ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં સોનમ કપૂરના લગ્નને લઈને એવી ખબર સામે આવી છે કે, તે સાંભળી તમે ચોંકી જશો. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નમાં આમંત્રણ કાર્ડ છાપવામાં આવશે નહીં અને આ નિર્ણય સોનમે જ લીધો છે.