શોધખોળ કરો
Advertisement
Pics: રિતુ નંદાના અંતિમ દર્શનમાં પહોંચ્યો બચ્ચન પરિવાર, કપૂર પરિવારના સભ્યો ભાવુક જોવા મળ્યાં
રાજ કપૂરની મોટી પુત્રી રિતુ નંદાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી
રાજ કપૂરની મોટી પુત્રી રિતુ નંદાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી. આ સમાચાર મળતાં જ કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો.
રિતુ નંદા જામીતા અભિનેતા ઋષિ કપૂર, રણધીર કપૂર અને રાજીવ કપૂરની બહેન હતાં. આજે સવારે દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. રિતુ નંદા દિલ્હીમાં રહેતા હતા અને અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા હતાં. (Photo Credit: Getty Images)
રિતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની ઉંમર 71 વર્ષની હતી. તેમના અંતિમ સંસ્કાર દિલ્હી કરવામાં આવ્યા હતાં. (Photo Credit: Getty Images)
કપૂર પરિવારના સભ્યો તેમના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images)
આ સાથે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images)
તમને જણાવી દઈએ કે, રિતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોર્ટ ગ્રુપના માલિક રાજન નંદા સાથે લગ્ન કર્યા હતાં. (Photo Credit: Getty Images)
રિતુએ 80ના દશકમાં એલઆઈસીના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું અને લાંબા સમય સુધી આમાં જોડાયેલા હતાં. (Photo Credit: Getty Images)
ત્યાર બાદ તેમણે પોતાની એક ખાનગી વિમા કંપનીની પણ શરૂઆત કરી હતી અને ઘણીવાર તેમણે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો હતો. (Photo Credit: Getty Images)
તમને જણાવી દઈએ કે રિતુ નંદાની પુત્રી નિખલ નંદાએ અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન સાથે 1997માં લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા છે. (Photo Credit: Getty Images)
આલિયા ભટ્ટ અને કરણ જોહર પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. (Photo Credit: Getty Images)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement