શોધખોળ કરો
US Election 2020ને લઈને ઉત્સાહિત છે આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચ જોરદાર ટક્કર
તાજા આંકડા પ્રમાણે ટ્રમ્પ 214 અને બાઇડેન 253 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. હાલ અનેક રાજ્યોના પરિણામ જાહેર થયા નથી.
![US Election 2020ને લઈને ઉત્સાહિત છે આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચ જોરદાર ટક્કર priyanka chopra excited about us election 2020 says tough competition donald trump joe biden US Election 2020ને લઈને ઉત્સાહિત છે આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચ જોરદાર ટક્કર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/05173647/Priyanka-chopra.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમેરિકા ચૂંટણી 2020ને લઈને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી ઉત્સાહિત છે. તે પોતાના પતિ નિક જોનસ સાથે અમેરિકાના લોસ એન્જેલસમાં રહે છે અને નજીકથી અમેરિકાની ચૂંટણી અને તેના અપડેટને જોઈ રહી છે. અમેરિકા ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિકના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાયડેનની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરા પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા અમેરિકાની ચૂંટણી પર પોતાના વિચાર શેર કર્યા છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમેરિકાની ચૂંટણી પર કમેન્ટ કરી છે. તેણે લખ્યું, “2020ની અનિશ્ચિતતા યથાવ છે લો. એન્જેલસમાં પરિવારની સાથે અમેરિકાની ચૂંટણી જોઈ રહી છું. અનેક વોટોની મતગણતરી હજુ નથી થઈ...લાગે છે કે ગણતરી મોડી રાત સુધી ચાલશે.”
તાજા આંકડા પ્રમાણે ટ્રમ્પ 214 અને બાઇડેન 253 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. હાલ અનેક રાજ્યોના પરિણામ જાહેર થયા નથી. અમેરિકામાં કુલ 50 રાજ્ય છે. તેમાંથી 22 રાજ્યોમાં ટ્રમ્પે જીત મેળવી છે અને 20 રાજ્યોમાં બાઇડેનની જીત થઈ છે. જ્યારે આઠ રાજ્યોના પરિણામ હજુ જાહેર થયા નથી. જે રાજ્યોના પરિણામ જાહેર થયા નથી ત્યાં કુલ ઇલેક્ટોરલ વોટ્સની સંખ્યા 77 છે. ટ્રમ્પ અને બાઇડેનનું ભવિષ્ય આ રાજ્યો પર ટક્યું છે.
આ રાજ્યોમાં ટ્રમ્પ જીત્યા
ટ્રમ્પે ઈદાહો, લોવા, ફ્લોરિડા, સાઉથ ડકોટા, મિસૌરી, લુઈસિયાના, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, અરકાંસસ, અલબામા, મિસિસિપી, મોનટાના, ઓહિયો, ઓકલાહોમા, ટેનેસી, કેંટકી, વેસ્ટ વર્જીનીયા, વ્યોમિંગ, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઈન્ડિયાના, ઉતાહ અને વિયોમિંગમાં જીત મેળવી છે.
બાઇડેનની ક્યાં થઈ જીત
બાઇડેને વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન, કેલિફોર્નિયા, કોલોરોડા, ન્યૂ હેમ્પશાયર,ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, વર્મોંટ, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેંડ, મેસાચુસેટ્સ, ન્યૂજર્સી, ટેનેસી ઓરેગન, વિસ્કોન્સિન, રોડ આઈલેંડ, વરમોંટ, હવાઇ, મિશિગન, મિનેસોટા અને રોડ આઇલેંડમાં જીત મેળવી છે.
![US Election 2020ને લઈને ઉત્સાહિત છે આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચ જોરદાર ટક્કર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/05173656/priyanka-instagram.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)