એક યુઝરે લખ્યુ છે કે શેમ ઓન યૂ ક્વોન્ટિકો, પ્રિયંકા તને શરમ આવવી જોઇએ... તમે લોકો હિન્દુને આતંકવાદી બતાવી રહ્યાં છો.
2/5
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે તેના અમેરિકન શો ક્વાન્ટિકોને લઈને તે વિવાદમાં આવી ગઈ છે. જેના કારણે ભારતીય ફેન્સ નારજ જોવા મળી રહ્યા છે.
3/5
સોશિયલ મીડિયા પર લોકોએ આ શોમાં હિન્દુ આતંકવાદ બતાવવા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. જેનાં પર લોકોએ પ્રિયંકાને ટ્રોલ કરીને ભડાસ કાઢી છે.
4/5
છેલ્લા એપિસોડમાં એક સીન છે જેમાં એક ભારતીય મેનહેટન પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે. અને તેનો આખો દોષ પાકિસ્તાન પર ઢોળવાનો પ્લાન બનાવે છે. લોકોમાં પ્રિયંકાને લઇને નારાજગી છે કે તે આ શોનો ભાગ છે અને તેમાં આવું બતાવવામાં આવી રહ્યું છે.
5/5
મળતી માહિતી અનુસાર 'ક્વોન્ટિકો'નાં લેટેસ્ટ એપિસોડમાં હિન્દુઓને આતંકવાદી તરીકે બતાવવામાં આવ્યા છે. જે બાદથી આ શો વિવાદોથી ઘેરાયઇ ગયો છે. આ શોનો આ ત્રીજી અને અંતિમ સીઝન છે.