શોધખોળ કરો

Rajinikanth In Tirumala: દીકરી ઐશ્વર્યા સાથે વેંકટેશ્વર મંદિર પહોંચ્યા રજનીકાંત, ભક્તિમાં લીન જોવા મળ્યા અભિનેતા

Rajinikanth In Tirumala: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ગુરુવારે તિરુમાલાની ઉપર સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Rajinikanth In Tirumala: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ગુરુવારે તેમની દીકરી ઐશ્વર્યા સાથે તિરુમાલા ઉપર આવેલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી.અભિનેતાએ ગુડ મોર્નિંગ સેવામાં હાજરી આપી હતી. આ પછી અભિનેતાએ પૂજારીઓ સાથે વિવિધ ધાર્મિક વિધિઓ કરી હતી. આ સાથે રજનીકાંતે મંદિરમાં શીશ ઝુકાવી ભગવાનના આશીર્વાદ લીધા હતા.

સુપરસ્ટાર રજનીકાંતે ભગવાનના કર્યા દર્શન 

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. રજનીકાંત તેમની પુત્રી ઐશ્વર્યા સાથે મુખ્ય દ્વારથી મંદિર પહોંચ્યા અને ભગવાનના દર્શન કર્યા. તાજેતરમાં જ રજનીકાંતે પોતાનો 72મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખુશીમાં રજનીકાંત તેમના જન્મદિવસ પછી પુત્રી સાથે મંદિર ગયા હતા.

રજનીકાંત પુત્રી ઐશ્વર્યા સાથે અમીન પીરની દરગાહમાં પ્રાર્થના કરશે

મળતી માહિતી મુજબ રજનીકાંત દિવસ દરમિયાન કુડ્ડાપાહમાં પેડ્ડઆ દરગાહની  પણ મુલાકાત લેશે. તેઓ તેમની પુત્રી સાથે અમીન પીરની દરગાહમાં પ્રાર્થના કરશે.  જેને પેડા દરગાહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રજનીકાંત હાલમાં ફિલ્મ જેલરના શૂટિંગમાં વ્યસ્ત

વર્ક ફ્રન્ટ પર રજનીકાંત હાલમાં ફિલ્મ જેલરના શૂટિંગમાં વ્યસ્ત છે જે 2023 ના પ્રથમ ક્વાર્ટરમાં રિલીઝ થશે. આ સાથે અભિનેતા તેની પુત્રીની ફિલ્મમાં પણ જોવા મળશે.

Abhishek Bachchan: કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યો અભિષેક બચ્ચન, સેલ્ફી લેવા થઈ પડાપડી

Abhishek Bachchan Visits Kashi Vishwanath Temple: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન બુધવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યો હતો. તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે ફેન્સ તેને ઘેરી વળ્યા છે. આ દરમિયાન અભિષેક કુર્તા અને હાફ કોટમાં જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક ફિલ્મ ભોલાના શૂટિંગ માટે વારાણસી આવી પહોંચ્યો છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે અભિષેક બચ્ચન ચાહકોની ભીડથી ઘેરાયેલો છે અને તેઓ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અભિષેકની સુરક્ષા માટે પોલીસ અને બોડીગાર્ડ પણ જોવા મળે છે, જેઓ તેની સાથે ચાલી રહ્યા છે.

શું અજય દેવગન સાથે ભોલા ફિલ્મનું શૂટિંગ કરશે અભિષેક?

રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન અજય દેવગનની ફિલ્મ 'ભોલા' માટે વારાણસી આવ્યો છે. બંને સ્ટાર્સની મિત્રતા ઘણી જૂની છે અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જો કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનનો રોલ કેવો હશે. આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. છેલ્લી વખત અભિષેક અને અજય દેવગન રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બોલ બચ્ચન'માં જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget