શોધખોળ કરો
લોકડાઉનની વચ્ચે આ સીરિયલ દૂરદર્શન પર મચાવી રહી છે ધૂમ, બનાવ્યો અનોખો રેકોર્ડ, નામ જાણીને ચોંકી જશો
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કહેરને ઓછો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે આગામી 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
![લોકડાઉનની વચ્ચે આ સીરિયલ દૂરદર્શન પર મચાવી રહી છે ધૂમ, બનાવ્યો અનોખો રેકોર્ડ, નામ જાણીને ચોંકી જશો Ramayan Serial telecast in Doordarshan લોકડાઉનની વચ્ચે આ સીરિયલ દૂરદર્શન પર મચાવી રહી છે ધૂમ, બનાવ્યો અનોખો રેકોર્ડ, નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/03135519/Doordrshan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસના કહેરને ઓછો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે આગામી 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જેથી લોકડાઉનના સમયમાં દર્શકોનું મનોરંજન કરવા માટે 80 અને 90ના દાયકાના કેટલાક સુપરહિટ સીરિયલ્સને દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી છે. આ સીરિયલ્સ ચાલુ કરવાથી દર્શકો તો ખુશ છે જ સાથે ચેનલ માટે પણ સારાં સમાચાર છે. આ શોને ટીઆરપીમાં રેકોર્ડ બનાવ્યો છે.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ ટ્વિટ કરીને સારા સમાચાર આપ્યા છે. પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે, દૂરદર્શન પર રિ-ટેલિકાસ્ટની સાથે જ ‘રામાયણ’ને હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ શો હેઠળ 2015 બાદ અત્યાર સુધીની સૌથી મોટી રેટિંગ મળ્યો છે. જ્યારે શશિ શેખરે બાર્ક (BARC)ને તેનો સોર્સ જણાવ્યો છે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે, રામાયણને કારણે દૂરદર્શને પણ એક રેકોર્ડ બનાવી લીધો છે.Thrilled to share that the re-telecast of RAMAYAN on @ddnational has garnered the highest ever rating for a Hindi GEC show since 2015 ( source: @BARCIndia )
— Shashi Shekhar (@shashidigital) April 2, 2020
તમને જણાવી દઈએ કે, લોકડાઉનમાં ‘રામાયણ’, ‘મહાભારત’ સિવાય બ્યોમકેશ બક્શી, બુનિયાદ, દેખ ભાઈ દેખ, ચાણક્ય, શક્તિમાન, શ્રીમાન શ્રીમતી અને સર્કસ જેવા શોઝનું પણ રિ-ટેલિકાસ્ટ શરવામાં આવ્યું છે. આ પહેલાં પણ રામાનંદ સાગરની ‘રામાયણ’ રેકોર્ડ બનાવ્યા હતા. આ ટીવી સીરિઝને 82 ટકા વ્યૂઅરશિપ મળી હતી.India Watches @DDNational, #IndiaFightsCarona
— PIB India ???????? #StayHome #StaySafe (@PIB_India) April 2, 2020
According to BARC, the re-telecast of #RAMAYAN, garnered the highest ever rating for a Hindi GEC show since 2015 when BARC started measuring TV audience
Read here: https://t.co/OqnZogCOKv pic.twitter.com/QB7v6SB2HB
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)