શોધખોળ કરો
અભિનેત્રી રેખાના બંગલાના સુરક્ષાકર્મીને થયો કોરોના, ઘરની બહાર બીએમસીએ લગાવી નોટિસ
અભિનેત્રી રેખાના મુંબઈ સ્થિત બંગલા સી સ્પ્રિંગ્સના એક સુરક્ષાકર્મી પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ એબીપી ન્યૂઝને મળ્યા છે.

મુંબઈ: બોલીવૂડ સ્ટાર્સના ઘરોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાનું ચાલુ જ છે. હાલમાં જ આમિર ખાનની ટીમના 7 સભ્યોને કોરોના વાયરસ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાંથી બે આમિર ખાનના સુરક્ષાકર્મી હતા. હવે અભિનેત્રી રેખાના મુંબઈ સ્થિત બંગલા સી સ્પ્રિંગ્સના એક સુરક્ષાકર્મી પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ એબીપી ન્યૂઝને મળ્યા છે.
રેખા મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે અને તેમના બંગલાની સુરક્ષામાં હંમેશા બે સુરક્ષાકર્મી રહે છે. પરંતુ કેટલાક દિવસ પહેલા એક સુરક્ષાકર્મી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો અને હાલમા તેની સારવાર બાંદ્રાના બીકેસી સ્થિત કોવિડ ફેસિલિટીમાં ચાલી રહી છે. આ સંબંધમાં વધુ જાણકારી માટે અમે રેખા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
બીએમસીએ નિયમો અનુસાર, રેખાના બંગલાની બહાર કન્ટેઈનમેન્ટ ઝોન હોવાની નોટિસ લાગીવી દિધી છે અને કોરોના વાયરસના દર્દી મળી આવ્યા બાદ બંગલાને તાત્કાલિક સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જો બોલીવૂડની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના કારણે બે ફિલ્મી હસ્તિઓના મોત થઈ ચૂક્યા છે. 1 મેના રોજ જાણીતા સંગીતકાર વાજિદનું મોત કોવિડ 19 અને કિડની ફેલ્યોરના કારણે થયું હતું. 70-80ના જાણીતા નિર્માત અનિલ સૂરી પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
