શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના કલાકાર આતંકવાદી નથી, વીઝા લઇને ભારત આવે છેઃ સલમાન ખાન
મુંબઇઃ ઉરી હૂમલા બાદ પાકિસ્તાની એ કલાકારોનો પણ વિરોધ થઇ રહ્યો છે, જે ભારતમાં કામ કરી રહ્યા છે. ફવાદ ખાન, અલી જફર સહિત તમામ અભિનેતાઓ અને ગાયકોને પાકિસ્તાન પરત મોકલવાની માંગ ઉઠી રહી છે. આ વિરોધ વચ્ચે એક કાર્યક્રમ દરમિયાન જ્યારે અભિનેતા સલમાન ખાનને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાની કલાકાર આતંકવાદી નથી. તે વીઝા લઇને ભારત આવે છે.
ઉરી હુમલાના જવાબમાં થયેલ સર્જીકલ સ્ટ્રાઇક પર પોતાની પ્રતિક્રિયા આપતા સલમાન ખાે કહ્યું કે, આદર્શ સ્થિતિ તો શાંતિની હોવી જોઇએ. પરંતુ હવે જે થયું છે તેનું એક્શનનું રિએક્શન થશે જ. તો પણ આ મહોલમાં જો પ્રેમ અને શાંતિથી રહીએ તો બધા માટે સારુ હશે ખાસ કરીને આમ આદમી માટે.
જ્યારે સલમાન ખાનને પુછવામાં આવ્યુ કે, મુંબઇમાં પાકિસ્તાની કલાકારોની પરત મોકલનાની માંગ ઉઠી છે. ત્યારે તેનો જવાબ હતો કે, તે કલાકાર છે, તે આતંકવાદી નથી. આ બંને અલગ અલગ વાત છે. શું કલાકાર આતંકવાદી હોય છે. કલાકાર અહીં વિઝા લઇને આવે છે. અને તેને વિઝા આપણી સરકાર આપે છે. વર્ક પરમિટ પણ આપણી સરકાર આપે છે.
ગુરુવારે ફિલ્મ નિર્માતાઓના સંગઠન 'ઇંડિયન મોશન પિક્શર્ચ એસોસિએશન' (ઇમ્પા) એ પ્રસ્તાવ પસાર કરીને પાકિસ્તાન કલાકારોના બૉલીવુડમાં કામ કરવા પર રોક લગાવી દીધી હતી. ઇમ્પાના આધ્યક્ષ અને નિર્માતા ટી.પી. અગ્રાવાલે પોતાના નિવેદનમાં કહ્યુ કે, "આ સંસ્થાના સભ્યો અને નિર્માતા કોઇ પણ પાકિસ્તાની કલાકારને પોતાની ફિલ્મોમાં નહી લે."
ફિલ્મ નિર્માણ અને ઇમ્પાના સભ્યો અશોક પંડિતે કહ્યુ છે કે ' ઇમ્પા ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપીએ છીએ. આ અનુભાવ કરવામાં આવ્યો છે કે, તેની રાષ્ટ્ર પરત્વે પણ જવાબદારી છે. અને પ્રસ્તાવા પસાર કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી પાકિસ્તાની કલાકારો અને ટેક્નીશિયન પર પ્રતિબંધ રહેશે.' ઉરી હુમલા આગલા દીવસે રાજ ઠાકરેની પાર્ટી મનસે પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં દેશ છોડી જવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement