શોધખોળ કરો
સલમાન ખાને બિગ બૉસ 14 માટે વધારી ફી, આ સીઝન માટે આટલી ફી લેશે, જાણો
હંમેશાની જેમ આ વખતે પણ સલમાન ખાનની બિગ બોસ માટેની ફી અંગે ચર્ચા ચાલી રહી છે. આ વખતે ભાઈજાનની ફીસ સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયું છે.

મુંબઈ: લોકપ્રિય રિયાલિટી ટીવી શો બિગ બૉસ 14 શરુ થતા પહેલા જ ચર્ચામાં છે, ક્યારે કન્ટેસ્ટેન્ટને લઈને તો ક્યારેક ઘરના ફોર્મેટને લઈને. દેશનો સૌથી મોટો રિયાલિટી શો ઓક્ટોબરમાં શરુ થવા જઈ રહ્યો છે, સલમાન ખાન સીઝન 14 હોસ્ટ કરી રહ્યો છે. એવામાં હવે સલમાન ખાનની ફીસને લઈને બિગ બૉસે વધુ ચર્ચા જગાવી છે. હંમેશાની જેમ આ વખતે પણ સલમાન ખાનની ફી અંગે ચર્ચા ચાલી રહી છે. આ વખતે ભાઈજાનની ફીસ સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયું છે. સૂત્રો અનુસાર, સલમાન ખાન બિગ બૉસ સિઝન 14 હોસ્ટ કરવા માટે 450 કરોડ રૂપિયા લેશે. એ હિસાબ પ્રમાણે તેને દરેક એપિસોડના 20 કરોડ રૂપિયા મળશે. આ અહેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. સૂત્રો અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન ગત સિઝન કરતા આ વખતે વધુ ફિ લેશે. સલમાનની ફી હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, ફિસ અંગે સલમાન ખાન દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















