શોધખોળ કરો
23 વર્ષની આ એક્ટ્રેસના ઘરે ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાની અફવા છે!
રશ્મિકાએ વર્ષ 2016માં કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસના ખોળામાં ઢગલાબંધ પ્રોજેક્ટ આવી પડતાં તે હાલ પૂરતી હૈદરાબાદમાં શિફ્ટ થઈ છે, જ્યાં તેની માતા પણ સાથે રહે છે.
![23 વર્ષની આ એક્ટ્રેસના ઘરે ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાની અફવા છે! sarileru neekevvaru actress rashmika mandanna house raided by income tax department amid rumours of her being highest paid actress 23 વર્ષની આ એક્ટ્રેસના ઘરે ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાની અફવા છે!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/17101231/rashmika-mandanna.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના ઘરે ગુરુવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી. આ રેડ એ અફવાઓ બાદ આવી છે કે દક્ષિણની સૌથી વધારે એક્ટ્રેસ કમાણી કરનાર એક્ટ્રેસ છે.
જોકે રશ્મિકા મંદાનાએ સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાની વાતને અફવા ગણાવી છે. ઇનકમ ટેક્સ અધિકારીઓએ ગુરુવારે કર્ણાટકના કોડુગુ જિલ્લાના વિરાટજપેટમાં એક્ટ્રેસ રશ્મિકા મંડન્નાના ઘરે રેડ પાડી હતી. ધ હિન્દુના અહેવાલ અનુસાર, એક્ટ્રેસ રશ્મિકાના ઘર પર સર્ચ એન્ડ સીઝર અભિયાન ચાલી રહ્યું છે. સત્તાવાર રીતે રેડ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
રશ્મિકાએ વર્ષ 2016માં કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસના ખોળામાં ઢગલાબંધ પ્રોજેક્ટ આવી પડતાં તે હાલ પૂરતી હૈદરાબાદમાં શિફ્ટ થઈ છે, જ્યાં તેની માતા પણ સાથે રહે છે. એક લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે, રશ્મિકા હીરોઈનોમાંથી સૌથી વધારે ફી વસૂલતી એક્ટ્રેસ છે. જો કે તેણે આ વાતને નકારી કાઢી હતી. પરંતુ આવકવેરા વિભાગની આ રેડથી તે ITના રડારમાં આવનારી સૌથી નાની વય એક્ટ્રેસ બની છે.
રશ્મિકા તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી રહી છે. મહેશ બાબૂની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ Sarileru Neekevvaruમાં જોવા મળી રહી છે. અને હવે તે અપકમિંગ રોમાન્ટિક ડ્રામા ફિલ્મ Bheeshmaના શૂટિંગમાં વ્યસ્ત છે.
![23 વર્ષની આ એક્ટ્રેસના ઘરે ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, સૌથી મોંઘી એક્ટ્રેસ હોવાની અફવા છે!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/17101239/rashmika-mandanna-2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)