શોધખોળ કરો

Aryan Khan Bail: આર્થર રોડ જેલમાં પુત્ર આર્યન ખાનને મળવા પહોંચ્યો શાહરૂખ ખાન

અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

SRK Meet Aryan Khan: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે તેમના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને મળવા આર્થર રોડ જેલ (Arthur Road Jail) પહોંચ્યા છે. શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા છે. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ અંદર જેલ પ્રશાસન સાથે પણ વાત કરી શકે છે.

શાહરૂખ લગભગ 15 મિનિટ સુધી પુત્ર આર્યનને મળ્યો

શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.

આર્યન ખાનની જામીન અરજી ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી

ગઈકાલે, મહાનગરની વિશેષ અદાલતે બુધવારે બપોરે આર્યન અને અન્ય બેના જામીન નામંજૂર કર્યા હતા. સ્પેશિયલ જજ વીવી પાટીલે આર્યન અને તેના બે મિત્રો અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર થયા બાદ તેના વકીલોએ નીચલી અદાલતના આદેશને પડકારતા તરત જ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આર્યનની અરજી પર સુનાવણી થઈ શકે છે. આર્યનના વકીલો આજે જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચ સમક્ષ અપીલ રજૂ કરે તેવી શક્યતા છે.

બધાને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે

જણાવી દઈએ કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર એકમાં રાખવામાં આવ્યા હતા. બેરેક નંબર 1 કોરોના સમયગાળા દરમિયાન આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે પણ નવો કેદી જેલમાં આવે છે, ત્યારે તેને 1 અઠવાડિયા માટે આઇસોલેશન વોર્ડ એટલે કે બેરેક નંબર એકમાં રાખવામાં આવે છે. આર્યન ખાન સહિત તમામ આરોપીઓને એકબીજાથી અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Embed widget