શોધખોળ કરો
બોક્સ ઓફિસ પર સિમ્બાએ મચાવી ધૂમ, 100 કરોડ ક્લબમાં થશે એન્ટ્રી
1/3

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રીહ છે. ફિલ્મે પ્રથમ વીકએન્ડમાં ભારતીય બોક્સ ઓફિસ પર 75.11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે 20.72 કરોડ, બીજા દિવસે 23.33 કરોડ અને ત્રીજા દિવસે 34.64 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
2/3

સિમ્બાએ પહેલા દિવસે 20.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પહેલે દિવસે ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ કરતાં પણ વધુ કમાણી કરીને રણવીરની કરિયર બેસ્ટ ઓપનિંગ ધરાવતી મુવી બની છે. અગાઉ ‘પદ્માવત’એ પહેલા દિવસે 19 કરોડ, ‘ગુંડે’એ 16.12 કરોડ, ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’એ 16 કરોડ અને ‘બાજીરાવ મસ્તાની’એ 12.80 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. આંકડા કહે છે કે માત્ર ભારતમાં જ નહીં, સિમ્બા ઓવરસીઝ માર્કેટમાં પણ સારો બિઝનેસ કરી રહી છે.
Published at : 01 Jan 2019 02:43 PM (IST)
View More





















