શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના પિતાએ પહેલીવાર આપ્યું નિવેદન? જાણો શું કર્યો મોટો ખુલાસો?
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ 14 જૂને પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ સુશાંતની મોત બાદ પહેલીવાર નિવેદન આપતાં પોતાના પુત્ર વિશે વાત કરી
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ 14 જૂને પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ સુશાંતની મોત બાદ પહેલીવાર નિવેદન આપતાં પોતાના પુત્ર વિશે વાત કરી હતી. એક એન્ટરટેનમેન્ટ પોર્ટલને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, સુશાંત સિંહના મોત બાદ અભિનેત્રી કૃતિ સેનને તેમની મુલાકાત કરી હતી.
જોકે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે ગુરુવારે એક એન્ટરટેનમેન્ટ પોર્ટલને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. મારા પુત્ર, તેની ઈચ્છાઓ, તેના નાનપણ અને તેના લગ્નની યોજનાઓ વિશે સુશાંત સિંહના પિતાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. સુશાંતના પિતાનું કહેવું છે કે, અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, વરૂણ શર્મા, રણવીર શૌરી અને અન્ય ઘણાં લોકો સ્મશાન પહોંચ્યા હતાં.
કેકે સિંહનું કહેવું છે કે, કૃતિ સેનને જ આવીને વ્યક્તિગત રૂપથી જ તેમને વાત કરી હતી. કેકે સિંહનું કહેવું છે કે, આવ્યો તો ઘણાં લોકો હતા પરંતુ અમને ફક્ત કૃતિ સેનન મળી હતી. તેણે સાથે બેસીને વાત પણ કરી હતી. અમે તો વાત નહોતી કરી શક્યા પરંતુ તે જે બોલી રહી હતી તે અમે સાંભળી રહ્યાં હતાં.
કેકે સિંહનું કહેવું છે કે, કૃતિએ તેમને કહ્યું હતું કે, સુશાંત એક સારો છોકરો હતો. કૃતિ સેનને સિવાય પણ ઘણાં લોકો આવ્યા હતા પણ કોરોનાને કારણે લોકો માસ્ક પહેરીને આવ્યા હતા એટલા માટે અમે કોઈને ઓળખી શક્યા નહતાં.
સુશાંતના પિતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે, તેમનો પિુત્ર બિહાર માટે ઘણું બધું કરવા માંગતો હતો. તેમને કહેવું છે કે, બિહારમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ સહિતનું નિર્માણ કરવા માંગતો હતો પણ આ બધી ઈચ્છાઓ પૂરી કરવાનો સમય ના રહ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement