શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપુતના મોત બાદ બોલિવૂડના આ અભિનેતાએ ચાહકોને શું કરી મોટી અપીલ? જાણો
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ તેના પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો જ્યારે ઘણાં લોકોએ કહ્યું કે, સુશાંતને જ્યારે જરૂરિયાત હતી ત્યારે બોલિવૂડે તેની કોઈ મદદ કરી નહીં
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી બોલિવૂડ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. એટલું જ નહીં વિદેશમાં પણ સુશાંત સિંહના ચાહકો તેને મિસ કરી રહ્યાં છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ તેના પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો જ્યારે ઘણાં લોકોએ કહ્યું કે, સુશાંતને જ્યારે જરૂરિયાત હતી ત્યારે બોલિવૂડે તેની કોઈ મદદ કરી નહીં. સોશિયલ મીડિયા પર લોકોએ સ્ટાર કિડ કરણ જોહર, સલમાન ખાન સહિત ઘણાં લોકોને સુશાંત સિંહના મોતના જવાબદાર ઠેરવ્યા હતાં.
દિવંગત સુશાંત સિંહના ચાહકોએ સોશિયલ મીડિયા પર હેશટેગ જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપુત પર ટ્રેંડ પણ કરાવ્યું. હવે સલમાન ખાને ટ્વિટર પર પોતાના ચાહકોને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપુતનાચાહકોને સમર્થન કરો. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, હું પોતાના તમામ ચાહકોને અપીલ કરું છું કે, તેઓ સુશાંતના ચાહકોની સાથે ઉભા રહો અને ખોટી ભાષાનો ઉપયોગ ના કરો. ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ સંકટ સમયમાં સુશાંતના પરિવારનો સહારો બનો. કોઈ આપણું જતું રહેવાથી બહુ જ દુખ થાય છે.
તમને જણાવીએ દઈએ કે, સુશાંત સિંહ રાજપુતના મોતને લઈને સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સલમાન ખાનની આ પ્રતિક્રિયા બાદ લગભગ સોશિયલ મીડિયા પર લોકો તેને બહુ ઓછો ટાર્ગેટ કરશે. થોડા દિવસ પહેલાં જ મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના બીઈંગ હ્યુમન સ્ટોરની સામે સુશાંત સિંહ રાજપુતના ચાહકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ સ્ટોર પર લગાવવામાં આવેલ સલમાન ખાનના પોસ્ટરને ફાડવાનું પણ કહ્યું હતું અને તેમણે સલમાન ખાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતાં.A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement