Photos: ટીવી સ્ટારનો ક્લાસી લૂક, ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ
કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી. જોકે, આ દરમિયાન બન્ને ખુબ ઝઘડા પણ થયા હતા.
Tejasswi Prakasha: 'નાગિન 6' ફેમ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ફરી એકવાર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં આવી ગઇ છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેને ક્લાસી લૂક જોવા મળી રહ્યો છે.
પોતાના અભિનય અને અદાકારીના જોરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનારી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ હાલમાં ખુબ ચર્ચામા છે, તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની નવી તસવીરો શેર કરી છે, એક બ્લેક કલરના ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. તેને પોતાના લૂકને પુરો કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે, અને સિમ્પલ મેકઅપ કર્યો છે. આ ઉપરાંત તે કેમેરાની સામે રાત્રીના અંધારામાં એક પછી એક પૉઝ આપતી દેખાઇ રહી છે. આ દરમિયાન તેને ટેરેસ પર ઉભી રહેલી દેખાઇ રહી છે.
કરણ અને તેજસ્વીની લવ સ્ટૉરીની શરૂઆત બિગ બૉસ 15 થી થઇ હતી. જોકે, આ દરમિયાન બન્ને ખુબ ઝઘડા પણ થયા હતા. હવે ફેન્સને કરણ અને તેજસ્વીના લગ્નનો ઇન્તજાર છે, ફેન્ બહુજ જલદી તેજસ્વીને કરણની દુલ્હાન બનતી જોવા માંગે છે.
View this post on Instagram
બિગ બોસ જીત્યા બાદથી તેજસ્વીને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેના ફેશન સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. બિગ બોસ સીઝન 15માં તેજસ્વીએ બધાનું દિલ જીતી લીધું હતું. તે વિજેતા તરીકે શોમાંથી બહાર આવી હતી.
View this post on Instagram
તેજસ્વીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના અભિનયના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે. પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram