શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને જિરાફે કરી ફ્રેન્ચ કિસ, વીડિયો થયો વાયરલ
પોતાની ફિલ્મને કારણે નહી પરંતુ એક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઇ છે.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ સાથેના કિસને લઇને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ રિયા સેન યાદ છે તમને? રિયા સેને અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમાં કોઇ ખાસ સફળતા મળી નથી. જોકે, તે પોતાની એક બોલ્ડ છબિને બનાવી રાખવામાં સફળ રહી છે. આજે રિયા સેન પોતાની ફિલ્મને કારણે નહી પરંતુ એક વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઇ છે.
રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જિરાફ તેના મોંને ચાટી રહ્યું છે. રિયાએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ જિરાફની ફ્રેન્ચ કિસ છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને કોમેન્ટ કરી છે.
રિયા સેન હાલના દિવસોમાં આફ્રિકામાં વેકેશન માણી રહી છે અને આ વીડિયો પણ ત્યાંનો છે. રિયા સેન છેલ્લે ફિલ્મ હિરો 420 અને ડાર્ક ચોકલેટમાં જોવા મળી હતી. હાલમાં તેની પાસે કોઇ ફિલ્મ નથી. રિયા સેનને સિંગર ફાલ્ગુની પાઠકના ગીત યાદ પિયા કી આને લગીથી ખૂબ ચર્ચા મળી હતી. તે સિવાય રિયાએ ઝંકાર બીટ્સ, અપના સપના મની મની, શાદી નંબર -1 અને સ્ટાઇલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રિયાએ 2017માં પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા.View this post on InstagramFrench kiss in Kenya 🇰🇪 👅💋 . . . #love #instagood #happy #beautiful
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement