શોધખોળ કરો
17 વર્ષીય ટિક ટોક સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, જલ્દીજ મ્યૂઝિક વીડિયોમાં કરવાની હતી ડેબ્યૂ
17 વર્ષીય સિયા ટિક ટોક પર 1.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી હતી. સિયા કક્કડ જલ્દીજ મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવાની હતી.

મુંબઈ: ટિક ટોક સ્ટાર સિયા કક્કડે બુધવારે રાતે પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર સ્થિતિ પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. 17 વર્ષીય સિયા ટિક ટોક પર 1.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ટિક ટોક પર પોતાની અદાઓથી લોકોનું દિલ જીતનારી સિયા કક્કડ જલ્દીજ મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવાની હતી.
એબીપી ન્યૂઝ અનુસાર, મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ લોકડાઉન બાદ શરુ થવાનું હતું અને તેને લઈને સિયા ખૂબજ ખુશ અને ઉત્સાહિત હતી. 11માં ધોરણની વિધ્યાર્થી સિયાના આ મ્યૂઝિક વીડિયોને મીટ બ્રધર્સની મ્યૂઝિક કંપની ‘એમબી મ્યૂઝિક’ દ્વારા બનાવવાનો હતો.
સિયા કક્કડના મેનેજર અર્જૂન સરીને જણાવ્યું કે, ગઈ કાલે સાંજે જ 6-7 વાગ્યાની આસપાસ મારી સિયા સાથે વિવિધ કેમ્પેઈનને લઈને વાત થઈ હતી, તે દરમિયાન તે બિલકુલ હતાશ લાગતી નહોતી. તેની વાતો પરથી મને એવું બિલકુલ ન લાગ્યું કે તણાવમાં છે. તે ખૂબજ સિમ્પલ અને પોતાના કામ પર ધ્યાન આપનારી છોકરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
