રતન ટાટા અને સિમી ગ્રેવાલનો પ્રેમ અધૂરો રહ્યો, બિઝનેસ ટાયકૂન પહેલા જામનગરના મહારાજાને કર્યા હતા ડેટ
Simi Garewal-Ratan Tata Affair:ઘણા વર્ષો પહેલા સિમીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તે બિઝનેસ ટાયકૂન રતન ટાટા સાથે લાંબા સમયથી સંબંધમાં હતી. જોકે બાદમાં આ સંબંધ તૂટી ગયો હતો.
Simi Garewal-Ratan Tata Love Story: સિમી ગરેવાલ તેના સમયની ગ્લેમરસ અભિનેત્રી હતી. સિમીએ 'કર્જ' અને 'મેરા નામ જોકર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સિમી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. જોકે, એ બીજી વાત છે કે પ્રેમસંબંધ અને લગ્ન પછી પણ સિમીનું જીવન એકલાં જ વીત્યું. રવિ મોહન સાથે સિમીના પ્રથમ લગ્ન થોડાં વર્ષ જ ટકી શક્યા. 17 વર્ષની ઉંમરે લગ્ન પહેલા સિમીએ જામનગરના મહારાજાને ડેટ પણ કર્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સિમી એક સમયે બિઝનેસમેન રતન ટાટા સાથે રિલેશનશિપમાં હતી. ત્યારે આજે અમે તમને રતન ટાટા અને સિમી બિઝનેસમેનની લવ સ્ટોરી વિશે જણાવીશું..
સિમી રતન ટાટા સાથે રિલેશનશિપમાં હતી
11 વર્ષ પહેલા સિમીએ ઈ ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે રતન ટાટા સાથે રિલેશનશિપમાં હોવાની કબૂલાત કરી હતી. સિમીએ જણાવ્યું હતું કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. રતન ટાટાના વખાણ કરતાં સિમીએ કહ્યું હતું કે, "રતન અને મારો લાંબો સંબંધ છે. તે પરફેક્ટ છે. તેની રમૂજની સેન્સ અદ્ભુત છે અને તે પરફેક્ટ જેન્ટલમેન છે. તેમના માટે પૈસા ક્યારેય મહત્વના નથી રહ્યા. તેઓ જેટલા વિદેશમાં રિલેક્સ રહે છે એટલા જ ભારતમાં રહે છે.
મન્સૂર અલી ખાન સાથે પણ રિલેશનશિપમાં
અહેવાલો અનુસાર સિમી ગ્રેવાલ અને રતન ટાટા પણ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ કેટલાક કારણોસર આ થઈ શક્યું નહીં. રતન ટાટા પણ એકવાર સિમી ગ્રેવાલના શોમાં દેખાયા હતા, જેમાં તેમણે તેમના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. રતન ટાટાએ આ સમય દરમિયાન કહ્યું હતું કે એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે તેઓ લગ્ન કરવાના હતા, પરંતુ કામ ન થયું. તમને જણાવી દઈએ કે સિમી ગ્રેવાલના પતિ રવિ મોહનથી 1979માં છૂટાછેડા થયા હતા. આ પછી તેમના જીવનમાં મન્સૂર અલી ખાન પટૌડી પણ આવ્યા હતા પરંતુ કહેવાય છે કે ક્રિકેટરના જીવનમાં શર્મિલા ટાગોરના આવવાથી બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા. હાલની વાત કરીએ તો સિમી હજુ સિંગલ છે.