ખાસ વાત એ છે કે જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમે તમારો આધાર નંબર શેર કરવા નથી માંગતા તો તમે વર્ચ્યૂઅલ આઈડી દ્વારા નવું સિમ લઈ શકો છો. જે NRI પાસે આધાર નંબર નથી તેઓ સરકાર દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલા અન્ય ઓળખપત્રો દ્વારા નવું સિમ એક્ટિવ કરાવી શકશે.
2/4
જણાવી દઈએ કે વર્ચ્યૂઅલ આઈડી અને લિમિટેડ કેવાયસી બંને આધારનો જ ભાગ છે. તફાવત એટલો છે કે આનાથી આધાર નંબરને બદલે માત્ર જરૂરીયાતની જ વસ્તુઓ વેરિફિકેશન માટે શેર કરવામાં આવશે.
3/4
પહેલેથી જ સિમ કાર્ડ ધરાવતા હોય તેવા ગ્રાહકોના રી-વેરિફિકેશન માટે પણ વર્ચ્યૂઅલ આઈડી અને લિમિટેડ કેવાયસીનો ઉપયોગ કરવામાં આવશે, જેની શરૂઆત 1 જુલાઈથી થશે. ટેલિકોમ ઓપરેટર્સને કડક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ 1 જુલાઈ પહેલા પોતાની સિસ્ટમમાં વર્ચ્યૂઅલ આઈડીને સરખી રીતે આયોજિત કરે.
4/4
નવી દિલ્હીઃ આધરાને મોબાઈલ નંબર સાથે લિંક કરવા માટે ફરજિયાત આધાર ખત્મ થઈ જશે. ટેલીકોમ કંપનીઓ હવે આધારની જગ્યાએ નવા આઈડીનો ઉપોયગ કરશે. સરકારે ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપ્યો છે કે તે પોતાની સિસ્ટમ અને નેટવર્કમાં ફેરફાર કરીને આધાર નંબરની જગ્યાએ વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ કરવાની સુવિધા આપે અને મોબાઈલ યૂઝર્સ માટે લિમિટેડ કેવાઈસી મેકેનિઝમ અપનાવે. 1 જુલાઈથી આ સિસ્ટમ લાગુ થવાની છે.