મંગળવારે સવારે અચાનક ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. 6 આઈપીએસ અધિકારીઓમાં બિપીની આહીર, આર.જે.પારગી, કે.એન.ડામોર, વિધી ચૌધરી, એસ.વી.પરમાર અને હર્ષદ મહેતાની બદલી કરી દેવામાં આવી છે.
2/5
આ ઉપરાંત બોટાદ એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા એસ.વી.પરમારની સુરત પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલ હર્ષદ મહેતાની બોટાદ એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
3/5
વડોદરા રેલવેમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કે.એન.ડામોરની અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલ વિધી ચૌધરીની સુરત ઝોન-3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.
4/5
સુરત ઝોન-3ના ડીસીપી બિપીન આહીરની ગાંધીનગર ટ્રાફિક બ્રાંચ-2 ખાતે બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી આર.જે.પારગીની વડોદરા રેલેવમાં એસ.પી તરીકે બદલી કરવામાં આવી છે.
5/5
ગાંધીનગર: ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે. આઈપીએસ અધિકારીની બદલીના કારણે પોલીસ બેડામાં ચર્ચાના વિષય બન્યો છે.