માનદ વેતન વધારાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ પગાર વધારાથી રાજ્યની સરકારી તિજોરીને વાર્ષિક 45 થી 50 કરોડનું ભારણ પડશે. આ પગાર વધારો નવેંબર મહિનાથી અમલી બનાવવામાં આવશે.
5/6
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા 90 હજાર કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કર્યો છે. મધ્યાહન ભોજન અંતર્ગત કામ કરતા કર્મચારીઓમાં સંચાલક, રસૌયા અને હેલ્પરના વેતનમાં વધારો કરાયો છે.
6/6
સંચાલકનું વેતન 1000 થી વધારીને 1600 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે હેલ્પરનું વેતન 1000 થી વધારીને 1400 રૂપિયા કરવામાં આવ્યું છે.