ગાંધીનગરઃ ગાંધીનગરમાં શિક્ષણ સંઘ દ્ધારા આયોજીત વિરોધ પ્રદર્શનમાં શિક્ષણ સહાયકો હાજર ન રહે તે માટે શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના ડીઇઓને પત્ર લખ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક સંઘના વિરોધને પગલે તમામ શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપી છે.
2/3
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકો આ કાર્યક્રમમાં હાજર ન રહે તે માટે આપની કક્ષાએથી તમામ શાળાઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.
3/3
શિક્ષક સંઘ દ્ધારા 24 જૂનના રોજ સત્યાગ્રહ છાવણીમાં પગાર અને સળંગ નોકરીના મુદ્દે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ સહાયકો દ્ધારા રામધૂન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને હાજર ન રહેવા સંયુક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખ્યો છે.