જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
3/5
કોંગ્રેસના ધારાસભ્ય પદેથી કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા ખાલી પડેલી જસદણ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ચૂંટણી પંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર 26 ડિસેમ્બર પહેલા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની તમામ પ્રક્રિયાને આપી લેવાશે
4/5
આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે. આ જાહેરાત થતાં જ રાજકીય રીતે ગરમીનો માહોલ વ્યાપી ગયો છે.
5/5
અમદાવાદઃ ભાજપ અને કોંગ્રેસ બંને જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કમર કસી રહ્યાં છે ત્યારે આજે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આ કાર્યક્રમ પ્રમાણે જસદણમાં 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.