નવી દિલ્લી: ગુજરાતી નવલકથાકાર અને વિવેચક રઘુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિના હસ્તે 51મો જ્ઞાનપીઠ અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો.
2/4
રઘુવીર ચૌધરીએ 80થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમણે લેખન કારકીર્દીની શરૂઆત નવલકથાઓ અને કવિતાઓથી કર્યા હતા. પછી તેમણે નાટકો, નિબંધો ને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.
3/4
રઘુવીર ચૌધરીનો જન્મ 1938માં થયો હતો. તેઓ ગાંધીવાદી છે અને તેમના લખાણોમાં દિગ્ગજ લેખકો જેવા કે ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા કાલેલકર, સુરેશ જોશી, રામદર્શન મિશ્રા અને જીએન ડીકીનો પ્રભાવ રહ્યો છે.
4/4
ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. ભારતીય જ્ઞાનપીઠ ભારતીય લેખકો કે જે બંધારણમાં માન્ય રાખવામાં આવેલી 22 ભારતીય ભાષામાંથી કોઈ પણ ભાષામાં લખતા હોય તે લેખકોને સન્માને છે.