અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાર રાજ્યોમાં સ્ક્રીનીંગ કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વધુ ત્રણ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાંસદ મધુસુદન મિસ્ત્રીને મધ્યપ્રદેશમાં સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલને છત્તીસગઢમાં સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર તરીકેની જવાબદારી સોંપાઈ છે જ્યારે ધારાસભ્ય નૌશાદ સોલંકીને ઓડિશા કૉંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીમાં મેમ્બર તરીકેની જવાબદારી સોંપાઈ છે.
2/3
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડૉ. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિરોધ સ્વરૂપે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા. જો કે બાદમાં અશોક ગહેલોત સાથે મીટિંગ બાદ રાજીનામા પરત ખેંચ્યા હતા.
3/3
આ સાથે જ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નવી જવાબદારી સોંપાઇ છે અને મલ્લિકાર્જુન ખડગે ને મહારાષ્ટ્ર પ્રભારી બનાવાયા છે. સોનલ પટેલને મહારષ્ટ્રના સહ પ્રભારીની જવાબદારી સોંપાતા ગુજરાત મહિલા કોંગ્રેસમાં ફેરફાર થઇ શકે છે. નવા મહિલા પ્રમુખ બને તેવી શક્યતાઓ છે.