ભુજઃ માંડવી તાલુકા પંચાયતમાં ચુંટાયેલા એક મહિલા સભ્ય પર બળાત્કાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. આ ઘટના અંગે ગામમાં એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે, ભાજપના કેટલાક નેતાઓએ સમાધાનના નામે તોડ કરી લીધો છે.
2/3
બળાત્કારની ઘટના પછી ડરી ગયેલા ભાજપના મહિલા સભ્યે ચારેક દિવસ સુધી પતિને આ વાતની જાણ કરી નહોતી. મહિલાએ ચાર દિવસ પછી પતિને આ અંગે વાત કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પત્નીને માર માર્યો હતો. આ પછી ગામના આગેવાનોને આ વાતની જાણ કરતાં યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં યુવકે બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરી હતી. તેમજ ભૂલ થઈ ગઈ હોવાનું જણાવીની સમાધાન માટેની વાત કરી હતી.
3/3
આ અંગે મળતી માહિતી પ્રમાણે ભાજપના મહિલા સભ્ય ગત ત્રીજી સપ્ટેમ્બરે ગણપતિ ઉત્સવના દિવસે પોતાના ઘરે એકલા હતા. દરમિયાન તેમના ઘરના પાછળના ફળિયામાં તે શૌચ માટે ગયા ત્યારે તેમના જ ગામનો ભુપેન્દ્ર નામનો યુવક દિવાલ કૂદીને ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. જોકે, ગણપતિ ઉત્સવના ઘોંઘાટમાં તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો.