આણંદના બદલપુરમાં એક યુવકના ગળામાં દોરી ફસાઇ ગઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત થતાં હર્ષનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો હતો. બનાસકાંઠાના ડીસાના વાડી રોડ વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં 10 વર્ષીય બાળકીનું મોત થયું હતું. અરવલ્લીના મોડાસાની યુવતીનું ગાંધીનગરમાં દોરીથી ગળું કપાતાં મોત નિપજ્યું હતું. 20 વર્ષીય યુવતી એક્ટિવા પર મોડાસાથી ગાંધીનગર જતી હતી એ દરમિયાન રસ્તામાં ગળાના ભાગે પતંગની દોરી ફસાતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી
2/3
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કેટલાક પરિવારો એવા હતા જેમની મજા સજામાં ફેરવાઇ ગઇ હતી. ઉત્તરાયણનું પર્વ ઘાતક સાબિત થઇ ગયું છે. રાજ્યમાં ઘાતક દોરીએ છ જણાનો ભોગ લીધો હતો. 40થી વધુ લોકોના ગળા કપાયા હતા. જ્યારે 45થી વધુ જણા પતંગ ચગાવતા ચગાવતા ધાબા પરથી પડી ગયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 55 કેસ નોંધાયા હતા. તો અકસ્માતમાં ઇજા થવાના કુલ 784 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અકસ્માતમાં ઇજા થવાના કુલ 45 કેસ નોંધાયા હતા.મહેસાણામાં પતંગની દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ લીધો હતો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા તેનું મોત થયું છે.
3/3
મહેસાણામાં ઘરેથી સાઇકલ લઈને જતા 8 વર્ષના બાળકના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઇ જતાં ગળું કપાઈ ગયું હતું. જેના કારણે તેનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમદાવાદના ધોળકાના રામપુરા ગામમાં દોરીથી ગળું કપાઈ જવાના કારણે યુવાનનું મોત થયું છે.