શોધખોળ કરો
‘પીતા હો તો ભલે પીઓ પણ વ્યવસ્થિત જગ્યાએ જઈને પીવો’ આવું નિવેદન ભાજપના ક્યા નેતાએ આપ્યું? જાણો વિગત
1/4

આ જોઈને સાંસદ મનસુખ વસાવાએ ટીપ્પણી કરી હતી કે, પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ. તેમની આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક તરફ ગુજરાતની ભાજપ સરકાર દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વિવિધ પ્રયાસો કરે છે તો બીજી તરફ ભાજપના સાંસદને જ લોકો દારૂ પીએ તેની સામે વાંધો ન હોવાનું સામે આવ્યું છે.
2/4

સ્વચ્છતા અભિયાન અંતર્ગત શનિવારે ભરૂચ નગરપાલિકા દ્વારા તમામ 11 વોર્ડમાં સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કસકના સ્લમ વિસ્તારમાં સફાઈ માટે સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોંચી ગયાં હતાં. તેઓ સફાઇ કરી રહ્યાં હતાં તે દરમિયાન ઝાડી ઝાંખરા નજીકથી પ્લાસ્ટીકની પોટલી જેવી લાગતી થેલીઓ મળી આવી હતી.
Published at : 16 Sep 2018 11:41 AM (IST)
Tags :
Controversial StatementView More





















