નવી દિલ્હી: 15 મેના રોજ હવે કર્ણાટક ચૂંટણીના પરીણામ જાહેર કરવામાં આવશે. પરંતુ વાસ્તવિક પરીણામ પહેલા એબીપી ન્યુઝ-સી વોટરના એક્ઝિટ પોલના આંકડાના મતે બીજેપી માટે સારા સમાચાર છે. એબીપી ન્યુઝ-સી વોટરના એક્ઝિટ પોલ પ્રમાણે સૌથી વધારે સીટો ભાજપને મળી રહી છે. બીજેપીને 104-116, કોંગ્રેસને 83-94, જેડીએસને 20-29 અને અન્યને 0-7 સીટો મળવાનું અનુમાન છે.
2/6
3/6
4/6
5/6
સાત ચેનલોના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપી સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ તેને બહુમત મળી રહી નથી. બીજેપીને 102, કોંગ્રેસને 85, જેડીએસને 32 અને અન્યને 3 સીટો મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ અને ચાણક્યના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપ 120 સીટો સાથે બહુમત મળશે.
6/6
એબીપી ન્યુઝ અને સી-વોટરના ફાઈનલ એક્ઝિટ પોલની આંકડામાં બીજેપીને 110, કોંગ્રેસને 88, જેડીએસને 24 અને અન્યને બે સીટો મળવાનું અનુમાન છે. આ વખતે કર્ણાટકમાં 224માંથી 222 સીટો પર જ વોટિંગ થયું છે. એટલા માટે બહુમત માટે 112 સીટો જરૂરી છે. એબીપી ન્યુઝ અને સી-વોટરના એક્ઝિટ પોલમાં બીજેપી બહુમત મેળવવામાં ફક્ત બે સીટો દૂર છે.