આવકવેરા વિભાગની પૂછપરછમાં ગુપ્તાએ દાવો કર્યો છે કે રોકડ તેમના માતા દેવંતી દેવીની છે જે તેમણે પોતાના કબાટમાં સાચવી રાખી હતી. આ રકમની જાણકારી તેની પાંચ બહેનો અને એક ભાઈને ન હતી. મુંબઈ સ્થિત હેડ ઓફિસમાં જન ધન ખાતામાં જમા થયેલ રકમની વિગતો શોધતા સમયે આ વાત સામે આવી છે.
2/5
ત્યાર બાદ આવકવેરા વિભાગની ટીમ 1 ડિસેમ્બરના રોજ રૌજા મોહલ્લા સ્થિત બેંક શાખા પહોંચી. તપાસમાં જાણવા મળ્યું કે, ગુપ્તાએ કેન્દ્ર સરકારની યોજના લોન્ચ કર્યા બાદ જન ધન ખાતું ખોલાવ્યું અને તેમાં નાની લેવડ દેવડ કરી હતી. જે દિવસે તેણે ખાતામાં 27 લાખ જમા કરાવ્યા ત્યારે તેના ખાતામાં અંદાજે 500 રૂપિયા હતા.
3/5
બીજા દિવસે આવકવેરાના અધિકારી ગુપ્તાના ઘરે ગયા અને તેમનું નિવેદન લીધું. જ્યારે ગુપ્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું, જે રૂપિયા જમા કરાવ્યા છે તે મારી માતાની બચત છે. તે વિતેલા 20 વર્ષથી 500, 1000 રૂપિયાની નોટો ભેગી કરી રહી હતી અને પોતાના કબાટમાં રાખતી હતી. ઘરમાં કોઈને ખબર ન હતી કે તેની પાસે આટલી મોટી રકમ હતી. જ્યારે કેન્દ્ર સરકારે 500, 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણય વિશે ખબર પડી ત્યારે તેમણે આ રકમ વિશે મને જણાવ્યું અને મેં બેંકમાં જમા કરાવવા માટે કીધું.
4/5
ગાજીપુરઃ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં એક નાની મિઠાઈની દુકાન ચલાવનાર દુકાનદાર ઇનકમ ટેક્સ વિભાગની તપાસમાં ફસાઈ ગયો છે. દુકાનદારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાતના ત્રણ દિવસ બાદ યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના પોતાના જન ધન ખાતામાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની સાથે 27 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બેંકના વરિષ્ઠ અધિકારીને વારાણસીના આવકવેરા વિભાગના અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરફતી એક પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 35 વર્ષીય અજય ગુપ્તાનું એકાઉન્ટ સીલ કરવામાં આવે.
5/5
ગુપ્તાએ દાવો કર્યો છે કે, હું 11 નવેમ્બરે રોકડની સાથે બેંકમાં ગયો હતો અને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના બે અધિકારીઓ પૂછ્યું કે મારા જનધન ખાતામાં 27 લાખ રૂપિયા જમા કરાવવામાં કોઈ મુશ્કેલી તો નહીં આવે ને. તેમણે મને જમા કરાવવાની મંજૂરી આપી. આવકવેરા અધિકારીએ મારી અને મારી માતાના રૂપિયા વિશે પૂછપરછ કરી.