શોધખોળ કરો

રમઝાનમાં ખજૂર ખાધા પછી જ કેમ ખોલવામાં આવે છે ઉપવાસ? જાણો તેના ફાયદા

રમઝાનના આ પવિત્ર મહિનામાં ઇસ્લામ ધર્મમાં માનનારા લોકો 30 દિવસ સુધી ઉપવાસ કરીને અલ્લાહની ઈબાદત કરે છે. મુસ્લિમો રમઝાનમાં ખાસ ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે.

Benefits Of Eating Khajoor During Ramadan: રમઝાનના આ પાક મહિનામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકો 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. રમઝાનમાં એક ખાસ ફુડ ખાઇને મુસ્લિમો રોઝા ખોલે છે. આ ખાસ ફુડ છે ખજૂર. ખજુરમાં કેલરી, આયરન, વિટામીન, કાર્બ્સ, ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપરની પ્રચુર માત્રા હોય છે. તે શરીરને તાકાત આપવાની સાથે કમજોરી જેવા લક્ષણો દુર કરે છે.

સુર્યાસ્ત બાદ ઇફ્તારી સમયે મુસ્લિમ લોકો ખજૂર ખાઇને રોજા ખોલે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના આખરી પયંગબર હજરત મોહમ્મદ સાહબની પસંદગીનું ફળ ખજૂર હતુ. તેઓ પણ રોઝા ખજુર ખાઇને ખોલતા હતા. ત્યારબાદ મુસ્લિમો આજે પણ તે પંરપરાને નિભાવી રહ્યા છે. ખજુર ખાઇને રોઝા ખોલવા પાછળ માત્ર ધાર્મિક કારણ નથી, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલા કારણો પણ છે. ખજુર ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે.

કેવી રીતે કરશો તાજા ખજુરની ઓળખ?

તાજા ખજૂરની ઓળખ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેની ત્વચાને જુઓ. ધ્યાન રાખો, તાજા ખજૂરની સ્કિન એકદમ ફ્રેશ દેખાતી હોય છે, પરંતુ જ્યારે તે સુકાવા લાગે છે, ત્યારે તેની ઉપરની ત્વચા પર કચરલીઓ પડવા લાગે છે. સુકા ખજુરમાં તાજા ખજુરની તુલનામાં સુગર વધુ હોય છે. જેના લીધે ઘણા લોકોને નુકશાન થાય છે.

કેટલી માત્રામાં ખાશો ખજુર?

શરૂઆતમાં બે ખજૂર ખાઇ શકો છો. જો તમે તમારુ વજન વધારવા ઇચ્છો છો અને તમારું ડાઇજેશન સારુ છે તો તમે રોજ ચાર ખજૂરનું સેવન કરી શકો છો.

ખજુરને પલાળીને કેમ ખાવી જોઇએ?

ખજુરને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ નીકળી જાય છે. આ કારણે શરીરનું તેમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવુ સરળ બની જાય છે.

ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, કેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય.

હાઇ બીપીમાં અસરકારક

હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજિયાતની સમસ્યાથી રાહત

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે. પાચનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખજુર ખાવાથી દુર થશે.

સીઝનલ રોગોમાં ફાયદાકારક

તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓ દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

હાડકાં થશે મજબૂત

વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને પણ ચમકાવશે

ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Embed widget