Health Tips:શિયાળામાં આપ પણ હીલ ક્રેકની સમસ્યાથી પરેશાન છો, ટ્રાય કરો આ હોમમેડ પેક
Health Tips: શિયાળામાં મહિલાઓને પગની એડી ફાટી જવાની અને તેમાં ચીરા પડી જવાની સમસ્યા સામાન્ય છે. એલોવેરા જેલનો હોમમેડ પેક ખૂબ જ કારગર છે.
Health Tips: શિયાળામાં મહિલાઓને પગની એડી ફાટી જવાની અને તેમાં ચીરા પડી જવાની સમસ્યા સામાન્ય છે. એલોવેરા જેલનો હોમમેડ પેક ખૂબ જ કારગર છે.
શિયાળાની ઋતુમાં મહિલાઓ તેમની શુષ્ક ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. શિયાળામાં માત્ર ચહેરો જ નહીં હાથ-પગની ત્વચા પણ ફાટવા લાગે છે. શિયાળામાં, સ્ત્રીઓને સૌથી વધુ એડીના ચીરાની સમસ્ય સતાવે છે. ક્યારેક આ સમસ્યા એટલી વધી જાય છે કે, દુખાવો થાય છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે. પગના સૌંદર્યમાં પણ ક્રેકવાળી હીલ વિઘ્નરૂપ બને છે. અમે આપને અહીં એવા કેટલાક હોમમેઇડ પેક વિશે જણાવીશું. જે હીલ ક્રેકમાં ફાયદાકારક છે.
એલોવેરા જેલથી પેક બનાવોહીલ ક્રેક માટે હોમમેડ ક્રિમ બનાવવા માટે એલોવેરા જેલ 2 ચમચી, ગ્લિસરીન 5 ટીપાં, નારિયેળ તેલ 2 ચમચી લો, તેને સારી રીતે મિક્સ કરી દો. આ પેક અપ્લાય કરતા પહેલા હીલને સ્ક્રર્બ કરો જેથી ડેડ સ્કિન નીકળી જાય. ત્યારબાદ આ પેક લગાવો.
મધનું પેક બનાવો
કેટલીક મહિલાઓ દિનચર્યામાં ટી ટ્રી ઓઈલને ચોક્કસપણે સામેલ કરે છે, પરંતુ જો આપને કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જીની સમસ્યા હોય તો તેનો ઉપયોગ ન કરો. આ પેક તૈયાર કરવા માટે મધ એક ચમચી, ટી ટ્રી ઓઈલ 3 ટીપાં, નાળિયેર તેલ એક ચમચી લો, તમામ સામગ્રીને હીલ સ્ક્રર્બ કર્યાં બાદ જ લગાવો નહિતો રિઝલ્ટ નહી મળે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
- શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ફૂડ
આ 5 ફૂડનું વિન્ટરમાં કરો સેવન
આ 5 ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર છે
શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ,અન્ય પોષકતત્વો છે.
ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.
ઘી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે
શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ.
ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમનો ખજાનો છે.
ગોળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કરે છે કામ
ખજૂર વિટામિન્સ, મિનરલ્સ,ફાઈબરનો સારો સ્ત્રોત
ખજૂર રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે.
આદુનો એન્ટી બાયોટિક્સ ગુણધર્મ છે
જે શરીરનં સંક્રમણથી બચાવે છે