Health Tips: વરસાદમાં આ શાકભાજી ખાવાનું ટાળો, થઇ શકે છે નુકસાન
ચોમાસામાં તમારા આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આ સિઝનમાં આવા શાકભાજી એવા છે જેનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વરસાદમાં આ શાકભાજીનું સેવન નુકસાકારક છે.

Avoid These Vegetable In Monsoon: ચોમાસામાં તમારા આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. આ સિઝનમાં આવા શાકભાજી એવા છે જેનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વરસાદમાં આ શાકભાજીનું સેવન નુકસાકારક છે.
વરસાદના ટીપાંથી વાતાવરણ ખુશનુમા બની જાય છે. ગરમીમાં રાહત તો મશે જ છે, પરંતુ અનેક રોગો પણ ચોમાસું લઇને આવે છે. . હા, વરસાદની મોસમમાં ચેપ અને રોગોનું જોખમ ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં ખાણી-પીણીની વસ્તુઓ ધ્યાનથી અને સમજી વિચારીને ખાઓ. એવા ઘણા ફળો અને શાકભાજી છે જે વરસાદમાં ટાળવા જોઈએ.
ખરેખર, આ ઋતુમાં લીલા લીલા પાદડાના શાકભાજી ખાવાનું ટાળવું જોઇએ. કારણ કે તેમાં નાના કીડા પડી જાય છે, જેનાથી પેટમાં દુખાવો થાય છે. સાથે જ આ ઋતુમાં કોબીજ બિલકુલ ન ખાવી જોઈએ. જો તમે કાચા શાકભાજીનું સલાડ ખાઓ છો, તો તે તમારી સમસ્યાને પણ વધારી શકે છે. ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કઇ શાકભાજી ટાળવી જોઈએ.
વરસાદમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો. તેઓ ઝડપથી બગડી જાય છે અને તેમાં કીડા પડી જાય છે.
વરસાદની સિઝનમાં કોબીજ ખાવાનું ટાળવું જોઇએ. જે પેટ માટે હાનિકારક છે.
બટાકા, અળવી અને, કોબીજ અને વટાણા જેવા પચવામાં મુશ્કેલ શાકભાજી ન ખાવા જોઇએ.
ચોમાસામાં મશરૂમ ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે. વરસાદની ઋતુમાં મશરૂમને પણ અવોઇડ કરો.
વરસાદમાં કાચા શાકભાજીનું સલાડ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. તેથી કાકડી, મૂળો અને ગાજરનું કાચું સલાડ ખાવાનું ટાળો.
લીલા મરચાં અને કેપ્સીકમનું સેવન પણ ઓછું કરો.
વરસાદની ઋતુમાં ભારે કઠોળ ખાવાનું પણ ટાળવું જોઈએ. અડદ, ચણા, તુવેર, રાજમા અને છોલે ઓછું ખાવું જોઈએ.
વરસાદમાં તમે જે પણ શાકભાજી ખાઓ તેને સારી રીતે ધોઈ લો અને કાપીને ઉકાળીને ખાઓ.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
------------------------------------------------





















