શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Homemade Shampoo: ઘરમાં હર્બલ શેમ્પૂ બનાવવું છે એકદમ સરળ, આ છે સરળ રીત
કેમિકલ યુક્ત શેમ્પૂના કારણે હેર ડેમેજ થઇ શકે છે તેમજ ડ્રાઇ થવાની સાથે અકાળે સફેદ પણ થવા લાગે છે. બજારમાં મળતાં શેમ્પૂથી આ શક્ય છે. હેર કેર માટે આપ ઘરે જ હર્બલ શેમ્પૂ તૈયાર કરી શકો છો. જેના ઉપયોગથી વાળને નુકસાન નહી પરંતુ અનેક ગણા ફાયદા થાય છે. જાણીએ ઘરે હર્બલ શેમ્પૂ તૈયાર કરવાની રીત
DIY Shampoo For Hair Care: તમે ઘરેલુ ઉપચાર અને હર્બલ ઘટકો સાથે શેમ્પૂ ઘરે તૈયાર કરી શકો છો. આનાથી ન તો વાળ ખરશે અને ન તો તે જલ્દી સફેદ થશે.
કેમિકલ યુક્ત શેમ્પૂના કારણે હેર ડેમેજ થઇ શકે છે તેમજ ડ્રાઇ થવાની સાથે અકાળે સફેદ પણ થવા લાગે છે. બજારમાં મળતાં શેમ્પૂથી આ શક્ય છે. હેર કેર માટે આપ ઘરે જ હર્બલ શેમ્પૂ તૈયાર કરી શકો છો. જેના ઉપયોગથી વાળને નુકસાન નહી પરંતુ અનેક ગણા ફાયદા થાય છે. જાણીએ ઘરે હર્બલ શેમ્પૂ તૈયાર કરવાની રીત
ઘરે શેમ્પૂ બનાવવા માટે શું જરૂરી છે?
- 50 ગ્રામ ત્રિફળા
- 100 ગ્રામ અરીઠા
- 100 ગ્રામ શિકાકાઈ
- 50 ગ્રામ સૂકો આમળા
ઘરે શેમ્પૂ કેવી રીતે બનાવવું?
- ઉપર જણાવેલ બધી વસ્તુઓને પીસી લો અથવા તેને મિક્સરમાં પાવડર બનાવીને એરટાઇટ જારમાં પેક કરી દો.
- શેમ્પૂ કરવાની એક રાત પહેલા, તમારા વાળની લંબાઈ અનુસાર, 2 થી 3 ચમચી પાવડર લો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો.
- બે ઉકળે પછી, ગેસ પરથી ઉતારીને આ પ્રવાહીને આખી રાત રૂમ ટેમ્પરેચરમાં રાખો. આ પછી, સવારે આનાથી વાળ સાફ કરો.
- આ શેમ્પૂમાં તમને ચોક્કસપણે ઓછા ફીણ મળશે પરંતુ તમારા વાળની ડીપ ક્લિનિંગ, સોફ્ટનેસ અને શાઈન જેવા તમામ કામ થઈ જશે.
- આ શેમ્પૂના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા નહીં રહે, માથામાં ખંજવાળની સમસ્યા નહીં રહે અને તમારા વાળ અકાળે સફેદ થવાની સમસ્યા નહીં રહે.
- આ એક મહિનાનું શેમ્પૂ તૈયાર કરવા માટે આપને માત્ર 100 રૂપિયાનો ખર્ચવા પડશે..
- આ શેમ્પૂ હાનિકારક રસાયણોથી ફ્રી છે, તેથી તેથી આપ બાળકો માટે પણ આરામથી વાપરી શકો છો. આ શેમ્પુના કારણે માથામાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેકશન પણ નહીં લાગે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion